જૂનાગઢઃ આગામી પહેલી તારીખથી અનલોક તબક્કા ત્રણની શરૂઆત થવા જઇ રહી છે. આ તબક્કામાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી રહી છે. જે પૈકીની એક છૂટછાટ એટલે રેસ્ટોરન્ટ રાત્રીના દસ કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
આ અગાઉ રેસ્ટોરન્ટ રાત્રીના આઠ કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય સમય નહીં હોવાને કારણે રેસ્ટોરન્ટ ગ્રાહક વિના સૂમસામ જોવા મળી રહ્યા હતા ત્યારે આ મર્યાદા રાત્રીના દસ કલાક સુધી કરવામાં આવતા હવે પાંચ મહિના બાદ રેસ્ટોરન્ટ ઉપયોગ ફરી ધમધમતાં થશે.