જૂનાગઢ: દીપડાનું નામ સાંભળતા જ ભલભલા કાંપી ઊઠે છે. આવી ભયાવહ હિંસકતા અને ડર ફેલાવતું જંગલનું હિંસક પ્રાણી દીપડો ખેડૂતોને કેટલાક આકસ્મિક કિસ્સાઓમાં નુકસાન ચોક્કસ કરે છે પણ તેની સામે તેના મહામૂલા ખેતીના પાકને અન્ય તૃણાહારી પશુઓ અને પ્રાણીઓથી આટલું જ રક્ષણ પણ આપે છે. એટલે દીપડાને ખેડૂતો અને વનવિભાગના અધિકારીઓ વગર પૈસાનો ચોકીદાર માની રહ્યા છે. દીપડાની પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ હાજરીને કારણે પણ રોજ ભૂંડ, નીલગાય અને શ્વાન જેમાં પશુઓ અને પ્રાણીઓ ખેતરમાં પ્રવેશતા અટકે છે.
દીપડો જે ખેતરમાં જોવા મળે તે ખેતરમાં ખેતી પાકને નુકસાન કરતા પશુ પ્રાણી કે અન્ય જીવો પ્રવેશી શકતા નથી. દીપડાને જો ખેતરમાં કુદરતી હાજત કરવામાં આવે તો તે ખેડૂત માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે. દીપડાના મળ અને મૂત્રની તીવ્ર ગંધ આસપાસના ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. જેને કારણે આવા વિસ્તાર તરફથી દીપડાના મળ મૂત્રની દુર્ગંધ આવતી હોય તે વિસ્તાર તરફ જવાનો વિચાર સુધ્ધા કરતા નથી.
વન વિભાગના અધિકારીઓ પણ દીપડાની આ અનિવાર્યતાને ખેડૂતો માટે આશીર્વાદ સમાન માને છે. કેટલાક આકસ્મિક કિસ્સાઓમાં દીપડો ખેડૂતને શારીરિક નુકસાન પણ પહોંચાડે છે પરંતુ, તેમ છતાં તેની ખૂબ મોટી કૃષિ લાયક જમીન અને ખેતીના પાકને આટલું જ રક્ષણ પણ પૂરું પાડે છે અને તે પણ બિલકુલ વિનામૂલ્યે.