જુનાગઢ : કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે વર્ષથી પ્રેમના પર્વ વેલેંટાઈન દિવસની ઉજવણી (Celebrate Valentine's Day) પર માઠી અસર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી ચોકલેટની ખરીદીમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયા દરમિયાન ચોકલેટની ખરીદી અને ચોકલેટની ડિમાન્ડ પણ ખૂબ જોવા મળતી હોય છે. પરંતુ કોરોનાનું ગ્રહણ પ્રેમના પર્વ પર પણ પાછલા બે (Opposite Effect on Valentine's Day) વર્ષથી જોવા મળી રહ્યું છે.
ચોકલેટની ખરીદી પર 90 ટકાનો ધટાડો
જૂનાગઢમાં ચોકલેટ સહિત અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારી જગત અજમેરે જણાવ્યું હતું કે, પાછલા બે વર્ષથી ચોકલેટની ખરીદી (Valentines Day 2022) અને તેની ડિમાન્ડમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વેલેન્ટાઈન અઠવાડિયા દરમિયાન 1 લાખ સુધીનું ચોકલેટનું (Chocolate on Valentine's Day) વેચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષ ચોકલેટની ખરીદી પર 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ Valentine Day 2022: જામનગરના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની અનોખી Love Story, જુઓ
"કોરોનાએ પ્રેમીઓની ખરીદ શક્તિમાં ઘટાડો કરી દીધો"
ચોકલેટના વેપારી જગત અજમેરે જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે વેલેન્ટાઈન અઠવાડિયાની શરૂઆત થતાં જ ચોકલેટની (Demand for Chocolate on Valentine's Day) ખરીદી અને ડિમાન્ડ ઉત્તરોત્તર વધતી જોવા મળતી હોય છે. એક અઠવાડિયા દરમિયાન અંદાજે 1 લાખની આસપાસ ચોકલેટનું વેચાણ થતુ હોય છે. પરંતુ પાછલા બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે ચોકલેટની ખરીદીમાં 90 ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાએ પ્રેમીઓની ખરીદ શક્તિમાં ઘટાડો કરી દીધો છે. અધૂરામાં પૂરું વેલેન્ટાઈન અઠવાડિયા દરમિયાન વિદેશી ચોકલેટની પણ ખૂબ ડિમાન્ડ હોય છે, પરંતુ પાછલા બે વર્ષથી વિદેશથી આયાત કરવામાં આવેલી ચોકલેટો પણ વેપારીઓ ગ્રાહકોના અભાવને કારણે મંગાવવાનું બંધ કરી દીધું છે.
આ પણ વાંચોઃ Valentine Day 2022 : અમદાવાદ શહેરમાં ગુલાબના ભાવમાં વધારો, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વેપાર પણ ખૂબ ઓછો