- નાતાલની રજાઓના સમયમાં પર્યટકો આપે પોતાની વિવેકબુદ્ધિનો પરિચય
- વધુ સંખ્યામાં ઘરની બહાર નીકળીને રજાઓ માણવા માટે કોરોના સંક્રમણ નાહક ન બને તે માટે યાત્રિકો સંવેદનશીલતા
- આગામી દિવસોમાં ગિરનાર રોપ વે પર યાત્રિકોની સંખ્યામાં જોવા મળી શકે છે ધસારો
જૂનાગઢઃ આગામી નાતાલના તહેવારને લઈને ભવનાથમાં ગિરનાર રોપવે સાઈડ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી શકે છે. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને લઈને હજુ સુધી અંતિમ નિરાકરણ આવતું જોવા મળતું નથી. પરિણામે વેકેશનમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં નાતાલની રજાઓના સમયમાં પર્યટન સ્થળો પર આવતા પ્રવાસીઓ પોતાની વિવેકબુદ્ધિનો પરિચય આપીને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સંવેદનશીલતા દાખવીને ખૂબ ઓછી સંખ્યામાં ઘરની બહાર નીકળે તો કોરોના સંક્રમણ પર વિજય મેળવવામાં મદદ મળી શકે છે.
યાત્રિકો પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણ ઘટાડા માટે આગળ આવે
નાતાલની રજાઓમાં પર્યટન સ્થળો માનવ મહેરામણથી ઉભરાતા જોવા મળતા હોય છે, ત્યારે કોરોના સંક્રમણ ધ્યાને રાખીને તમામ પ્રકારની નિષ્કાળજી અથવા બેદરકારી કોરોના સંક્રમણને વધુ ફેલાવવા માટે નિમિત બની શકે છે. આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નાતાલની રજાઓ ગાળવા માટે નીકળતા પ્રવાસીઓ ફેલાવવા માટે મોકળું મેદાન ના આપે તે માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આગામી નાતાલની રજાઓમાં પર્યટન સ્થળો પર બહાર આવે તેવું વધુ ઇચ્છનીય લાગી રહ્યું છે. વધુમાં 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના મોટાભાગના યાત્રિકો નાતાલના તહેવારની રજાઓ પોતાના ઘરમાં આરોગ્યને પ્રાધાન્ય મળે તેવા લક્ષ્ય સાથે ઉજવે છે વધુ ઇચ્છનીય છે.