ETV Bharat / state

જામનગરઃ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરનો મુખ્ય ગેટ બંધ કરાયો, અખંડ રામધૂન ચાલુ - Jamnagar samachar

કોરોના વાયરસની ઇફેક્ટ વિશ્વભરમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે ત્યારે ભીડભાડથી બચવા અને કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરનો મુખ્ય દરવાજો શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે, મંદિરમાં વર્ષોથી ચાલતી અખંડ રામધૂન ચાલુ રહેશે.

જામનગરઃ સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરનો મુખ્ય ગેટ બંધ કરાયો, અખંડ રામધૂન ચાલુ

author img

By

Published : Mar 20, 2020, 5:34 PM IST

જામનગરઃ જિલ્લાના કલેક્ટર રવિશંકર દ્વારા તમામ જાહેર સ્થળો પર લોકોની ભીડ એકઠી થાય નહીં તે માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ છે તેવા પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર કે જ્યાં છેલ્લા 56 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે, તેનો પણ મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત ભક્તો આરતી તેમજ દર્શનાથે ન આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

જામનગરઃ સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરનો મુખ્ય ગેટ બંધ કરાયો, અખંડ રામધૂન ચાલુ
અહીં 5 વ્યક્તિઓ સતત રામધૂન બોલાવી રહયાં છે. જોકે, બહારથી આવતા ભક્તોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. ETV ભારતની ટીમે બાલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને અહીં દર્શનાર્થે આવતા ભક્તો સાથે વાતચીત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.