- જૂનાગઢ જિલ્લામાં દુષ્કર્મની ઘટના સામે આવી
- સમગ્ર પંથકમાં દુષ્કર્મની ઘટનાથી ચકચાર
- સગીરાની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
જૂનાગઢઃ તાલુકાના પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ 26 દિવસ પહેલા પોતાની સગીરા સાથે પરિવાર ઉંઘી રહ્યો હતો. આ દરમિયાન સગીરાને ફોન કરી લાલચ આપી બહાર બોલાવી હતી. બંને શખ્સોએ સગીરા સાથે ઈચ્છા વિરુદ્ધનું કાર્ય કર્યું હતું.
બંન્ને આરોપીની ધરપકડ
જેને લઇ સગીરાના માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં કુલદીપ અને પ્રિતેશ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. આ બંને શખ્સોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.