રાજ્ય સરકાર અને વન વિભાગ ગીર જંગલની બહાર જોવા મળતા સિંહોને લઈને હવે ખાનગી રાહે સિંહ દર્શનની યોજના બનાવી રહ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. સમગ્ર યોજનાને લઈ હવે વન વિભાગના પૂર્વ અને ખાસ કરીને ગીર વિસ્તારમાં ફરજ બજાવીને સેવા નિવૃત થયેલા પૂર્વ અધીકારીઓ વિરોધ કરી રહ્યા છે. તેમના મતે જો આવી કોઈ પણ યોજનાઓ વન વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવશે તો સિંહની સુરક્ષા અને તેના સવર્ધનને ખુબ મોટું નુકસાન થશે તેમજ સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓની સુરક્ષા પર પણ ખતરો ઉભો થશે.
રાજ્ય સરકાર અને વન વિભાગ શરૂ કરી રહ્યા છે ખાનગી રાહે સિંહ દર્શનની યોજના - JUNAGADH NEWS
રાજ્ય સરકાર અને વન વિભાગ ગીર જંગલ વિસ્તારની બહાર સિંહ દર્શનની યોજનાઓ બનાવી રહ્યા હોવાની હિલચાલને વન વિભાગના કેટલાક પૂર્વ અધિકારીઓ ગેર બંધારણીય ગણાવી રહ્યા છે. આ યોજનાનો અમલ કરવામાં આવશે તો સિંહની સુરક્ષા અને તેના સંવર્ધનને મોટું નુકસાન થશે.
રાજ્ય સરકાર અને વન વિભાગ ગીર જંગલની બહાર જોવા મળતા સિંહોને લઈને હવે ખાનગી રાહે સિંહ દર્શનની યોજના બનાવી રહ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. સમગ્ર યોજનાને લઈ હવે વન વિભાગના પૂર્વ અને ખાસ કરીને ગીર વિસ્તારમાં ફરજ બજાવીને સેવા નિવૃત થયેલા પૂર્વ અધીકારીઓ વિરોધ કરી રહ્યા છે. તેમના મતે જો આવી કોઈ પણ યોજનાઓ વન વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવશે તો સિંહની સુરક્ષા અને તેના સવર્ધનને ખુબ મોટું નુકસાન થશે તેમજ સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓની સુરક્ષા પર પણ ખતરો ઉભો થશે.
રાજ્ય સરકાર અને વન વિભાગ ગીર જંગલની બહાર જોવા મળતા સિંહોને લઈને હવે ખાનગી રાહે સિંહ દર્શનની યોજના બનાવી રહયા હોવાની વિગતો બહાર આવી રહી છે સમગ્ર યોજના ને લઈને હવે વન વિભાગના પૂર્વ અને ખાસ કરીને ગીર વિસ્તરામાં ફરજ બજાવીને સેવા નિવૃત થયેલા પૂર્વ અધીકારીઓ વિરોધ કરી રહયા છે તેમના મતે જો આવી કોઈ પણ યોજનાઓ વન વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવશે તો સિંહની સુરક્ષા અને તેના સવર્ધનને ખુબ મોટું નુકસાન થશે તેમજ સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓની સુરક્ષા પર પણ ખતરો ઉભો થશે
તેમજ સિંહ દર્શન માટે લાવવામાં આવેલું મારણ કોઈ વાઇરસ કે બેટકટેરીયા ગ્રસ્ત હશે તો આવા વાઇરસ અને બેક્ટેરિયાને લઈને સિંહોમાં કોઈ ગંભીર પ્રકારની જીવલેણ બીમારીઓ પણ આવવાની પ્રબળ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તાજેતરમાં દલખાણીયા વિસ્તરામાં કેનાઇન વાઇરસને કારણે 30 કરતા વધુ સિંહોના મોત થયા હતા જેને લઈને વન વિભાગ અને સરકાર પર અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે ફરી એક વખત સિંહોની સુરક્ષા સામે ગંભીર પ્રકારનો ખતરો ઉભો થાય તેવો નિર્ણય રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેનો વિરોધ વન વિભાગના પૂર્વ અધિકારીઓ કરી રહ્યા છે
વન વિભાગ આ યોજના બનાવવા પાછળ ગ્રામ પંચાયતને આર્થિક મજબૂત કરવાનું કારણ જણાવી રહી છે ગીર જંગલ વિસ્તારની બહાર આ યોજનાથી જેતે ગામોમાં સિંહોના લોકેશન જોવા મળે છે તેવી પંચાયતોમાં સરકાર અને વન વિભાગની મંજુરીથી સિંહ દર્શન કરાવીને રોજગારીનું સર્જન કરવાનું સરકાર વિચારી રહી છે પરંતુ આ યોજના થાકી રોજગારી મળશે કે ગ્રામ પંચાયત આર્થિક રીતે મજબૂત બનશે તેવી શક્યતાઓ ભવિષ્યની વાત છે પરંતુ આવી યોજનાથી સિંહની સુરક્ષા અને તેના સવર્ધનને ખુબ મોટું નુકસાન પહોંચશે જેને લઈને આ યોજના સરકાર દ્વારા પડતી મુકવી જોઈએ તેવું વન વિભાગના પૂર્વ અધિકારીઓનું માનવું છે
બાઈટ - 01 સી.પી,રાણપરીયા પૂર્વ મદદનીશ વન સંરક્ષક ગીર પૂર્વ
મોજીથી આવેલી બાઈટની સાથે આ વિઝયુઅલ અને સ્ક્રિપ્ટ એડ કરીને ચલાવવું Conclusion: