- ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરોને કારણે કૂપણો ફૂટવાથી લઈને કેરી ખરી જવા સુધીની સમસ્યા
- પાછલા 4થી 5 વર્ષ દરમિયાન આંબાની ખેતીમાં જોવા મળી રહી છે નવી સમસ્યાઓ
- ગીર પંથકના આંબાની ખેતી કરતા ખેડૂતો ચિંતીત
- ગ્લોબલ વોર્મિંગને કારણે નબળા પાકની આશંકા
આ પણ વાંચોઃ સુરતના અનાવલ પંથકમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની આશંકા
જૂનાગઢઃ ગીર પંથકમાં કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો પાછલા ચાર-પાંચ વર્ષથી આંબાના પાકમાં કેટલીક નવી અને જૂની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પાછલા ચાર-પાંચ વર્ષથી ગીર પંથકમાં કેરી આવવાની સિઝનના સમયે આંબામાં નવી કૂંપણો ફૂટી આવે છે. જેને કારણે મોર આવ્યા બાદ કેરીના બંધારણની પરિસ્થિતિ નબળી જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં મોર આવ્યા બાદ કેરીનું બંધારણ થતું જોવા મળે છે. પરંતુ આ જ સમયે કુપણ ફૂટવાથી કેરીના બંધારણમાં વિક્ષેપ પડે છે અને તેને કારણે કેરીનું બંધારણ અટકી પડે છે. કેરી ખરી પડે છે જેનો નુકસાની જગતના તાતને ભોગવવુ પડે છે.
આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં 34 હજાર હેક્ટર કેરીના પાકને માવઠાથી નુકસાનની દહેશત
ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો પાછલા પાંચ વર્ષથી સતત વધતી જોવા મળી રહી છે
ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો સમગ્ર સૃષ્ટિમાં વર્તાઈ રહી છે. આવી પરિસ્થિતીમાં કૃષિ પાકો પર ગ્લોબલ વોર્મિંગની અસરો બિલકુલ સામાન્ય છે ત્યારે ઝાકળ તેમજ શિયાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ અને ગરમીની ઋતુમાં માવઠાની માર ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. આ વિપરીત પરિસ્થિતિમાં આંબાનો પાક પણ હવે ગ્લોબલ વોર્મિંગની ઝપટમાં પાછલા ચાર-પાંચ વર્ષથી આવતો જોવા મળી રહ્યો છે. કસમયે મોરનું ફૂટવું ખાખડીનું બંધારણ થયા બાદ કસમયે ખરી પડવું અને કસમયની કુપળ ફુટી આવવાની સમસ્યા ગ્લોબલ વોર્મિંગને કારણે આંબાના પાક પર પાછલા ચાર-પાંચ વર્ષથી જોવા મળી રહી છે. જેને કારણે કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ચિંતિત બન્યા છે.