ETV Bharat / state

જૂનાગઢ શહેરના રસ્તાની હાલત બિસ્માર, તંત્રએ નવીનીકરણની ખાતરી આપી

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના મોટાભાગના સસ્તાની હાલત ખખડધજ બની છે. સ્થાનિક લોકો અને શહેરના વાહાનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનોની બિસ્માર રસ્તાની સમસ્યાને લઇ ETV BHARATએ મનપા સાથે વાત કરી હતી. ત્યારે તંત્ર ટૂંક સમયમાં બિસ્માર રસ્તાનું નવીનીકરણ કરશે તેવી જાહેરાત કરી હતી.

Junagadh Corporation
Junagadh Corporation
author img

By

Published : Aug 26, 2020, 7:29 PM IST

જૂનાગઢઃ શહેરમાં પડેલા અતિભારે વરસાદને કારણે કોર્પોરેશન હસ્તકના રસ્તાની હાલત ખખડધજ બની છે. તેને લઈને જૂનાગઢના વાહનચાલકો અને શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પસાર થતા તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં જૂનાગઢ વાસીઓ રસ્તાના સમારકામની કાર્યવાહી કરવામાં આવે તવી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.

ખખડધજ માર્ગને લઈને ETV BHARATએ જૂનાગઢ મનપાના શાસકો સમક્ષ સમગ્ર મામલો લઈ જવામાં આવ્યો હતો. જૂનાગઢ મનપાના શાસકોએ આગામી દિવસોમાં માર્ગના સમારકામથી લઈને નવિનીકરણ સુધીના પગલા ભરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

જૂનાગઢના રસ્તાની હાલત બિસ્માર

લોકડાઉન સમયમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને નર્મદાની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામ હજુ પણ પૂર્ણ થઈ શક્યું નથી. આવી પરિસ્થિતિમાં પાણીની પાઇપ લાઇનના કનેકશનો આપવાના પણ બાકી છે ત્યારે રોડના નવીનીકરણને લઈને હજુ પણ થોડો વિલંબ આવી શકે છે એવું જૂનાગઢ મનપાના સત્તાધીશો જણાવી રહ્યા છે.

આ સાથે જ લોકોને પડતી હાડમારીનો પણ એકરાર કરતા મનપાના સત્તાધીશો કહી રહ્યા છે કે, આગામી દિવસોમાં શક્ય હશે તેટલું વહેલું તમામ રોડનુ કામ શરૂ કરીને તાકીદે પૂર્ણ કરીને જૂનાગઢના લોકોને નવા માર્ગો નવરાત્રીથી લઈને દિવાળી સુધીમાં ભેટ આપવાનું આયોજન પણ નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારોના રસ્તા બિસ્માર બન્યા છે. ત્યારે મસમોટા ખાડાને લઇને વાહન ચાલકોને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. ત્યારે તંત્ર ટૂંક સમયમાં બિસ્માર રસ્તાનું નવીનીકરણ કરશે તેવી ખાતરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.