જૂનાગઢ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે હતા, ત્યારે તેમની અમદાવાદ મુલાકાતને લઈને નમસ્તે ટ્રંપ નામના કાર્યક્રમમાં આયુષ્યમાન યોજનાને લઈને કેટલીક વાતો કરવામાં આવી હતી. જે પૈકી આ યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના છે અને દેશમાં કરોડો લાભાર્થીઓ આ યોજના થકી લાભ મેળવી રહ્યા છે તેવો દાવો પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સમક્ષ કર્યો હતો, ત્યારે સમગ્ર યોજનાની અમલવારી અને દાવાની હકીકત તપાસવા માટે ETV ભારતની ટીમે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ડેસ્કની તપાસ કરતા આ યોજના વાસ્તવમાં હજુ પુરેપુરી અમલમાં આવી નથી. તેમજ સાચા કહી શકાય તેના લાભાર્થીઓ આજે પણ યોજનાને લઈને ઠેરઠેર ભટકી રહ્યા છે.
આયુષ્યમાન ભારત યોજના માત્ર કાગળ ઉપર જ, સાચા લાભાર્થીઓ આજે પણ ખાઈ રહ્યા છે ધરમના ધક્કા - Aushayaman Bharat Yojana
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી હતી, ત્યારે અમદાવાદમાં નમસ્તે ટ્રંપ નામના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ આયુષ્યમાન યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે અને તેનો કરોડો લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે તેવો દાવો અમેરિકાના પ્રમુખ સમક્ષ કર્યો હતો, ત્યારબાદ ETV ભારતની ટીમે સમગ્ર યોજનાને લઈને જૂનાગઢમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતાં આ યોજના જૂનાગઢમાં હજુ કાગળ પર છે તેવું સત્ય બહાર આવ્યું હતું.