- તાપણી આગમાં યુવક દાઝી ગયો હતો
- હત્યા થઇ હોવાનું આવ્યું સામે
- સારવાર માટે રાજકોટ ખસેડાયો
જૂનાગઢ : થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ તાલુકાના ગડુ નજીક રાત્રિના સમયે અતુલ ચૌહાણ નામનો રિક્ષા-ડ્રાઇવર તાપણુ કરતી વખતે ગંભીર રીતે અકસ્માતમાં દાઝી જતાં તેને સારવાર માટે જૂનાગઢ ખસેડયો હતો, પરંતુ યુવકની હાલત ખુબ જ ગંભીર જણાતા તેને તુરંત જૂનાગઢથી રાજકોટ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકનું આજે મોત થયું છે. સમગ્ર મામલાને લઈને મૃતક અતુલ ચૌહાણના ભાઈએ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ તેમના ભાઇની હત્યા કરી દેવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જથી પોલીસે આરોપીઓની વિરુદ્ધ ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી છે.
યુવકની થઇ હતી હત્યા
ચોરવાડ નજીક વિસણવેલ ગામમાં ગત 19 તારીખ દરમિયાન અતુલ ચૌહાણ નામનો યુવક તેમના મિત્ર રહેલા રાજેશ-અમિત જમીરને ત્યાં કોઈ કામ અર્થે ગયો હતો. આ સમય દરમિયાન તેમની કોઈ મામલાને લઈને માથાકૂટ થતાં આરોપીઓ પૈકી રાજેશ અમિત જમીર અને રંજનબેન નામના ચાર વ્યક્તિઓએ અતુલ ચૌહાણને તાપણામાં જીવતો જલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તાપણાની આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા અતુલને રાજકોટ સારવાર માટે મોકલવામા આવ્યો હતો. જ્યાં આજે તેમનું મોત થયું છે, ત્યારે સમગ્ર મામલાને લઈને મૃતક અતુલના ભાઈ નરેશ ચૌહાણે રાજેશ, અમિત, જમીર અને રંજનબેન નામના ચાર વ્યક્તિઓ સામે તેમના ભાઈને જીવતો સળગાવી દેવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે, ત્યારે ચોરવાડ પોલીસ ફરિયાદને આધારે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.