જુનાગઢઃ માંગરોળના તલોદરા ગામે રબારી સમાજના એક વ્યક્તિ દ્વારા LRD મુદ્દે આત્મહત્યા કરી હતી. જે અંતર્ગત બુધવારે માંગરોળના તલોદરા ગામે શ્રધાંજલિ કાર્યક્રમ રખાયો હતો. જેમાં ગામનાં રબારી સમાજ એકઠા થઈને રૂપાણી સરકાર વિરૂદ્ધ ધુન ગાઈને સરકારનો વિરોધ કર્યો હતો.
LRD પરીક્ષામાં રબારી સમાજને અન્યાય થયાની માગને કારણે તમામ રબારી સમાજ સરકારનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહી, પરંતુ LRD મુદ્દે આત્મહત્યા પણ થઈ છે. બુધવારે માંગરોળના તલોદરા ગામે સરકાર વિરૂદ્ધ ધુન બોલાવીને અનોખી રીતે વિરોધ દર્શાવાયો હતો.