ETV Bharat / state

કોરોના વાઇરસના ખતરા વચ્ચે જૂનાગઢના સફાઈ કામદારો બજાવી રહ્યા છે તેમની ફરજ - virus

કોરોના વાઇરસના સતત વધતા જતા વ્યાપ અને ખતરાની વચ્ચે કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદાર પોતાની જાત અને તેમના પરિવારને સહેજ પણ ચિંતા કર્યા વગર જૂનાગઢના લોકો કોરોના વાઇરસથી સંક્રમિત ન થાય તેમજ વાઇરસથી મુક્તિ મેળવે તેવા ઉમદા આશયથી છેલ્લા 100 કરતાં વધુ દિવસોથી સતત કામ કરી રહ્યા છે.

સફાઈ કામદારો બજાવી રહ્યા છે તેમની સેવાઓ
સફાઈ કામદારો બજાવી રહ્યા છે તેમની સેવાઓ
author img

By

Published : Jul 15, 2020, 3:27 PM IST

જૂનાગઢ: સમગ્ર વિશ્વ માટે મહામારી બની ચૂકેલા કોરોના વાઇરસે ગુજરાતની સાથે હવે જૂનાગઢમાં પણ ધામા નાખતા શહેર અને જિલ્લાનું ચિત્ર ચિંતા જનક બની રહ્યું છે. કોરોના વાઇરસના સતત વધી રહેલા ખતરાની વચ્ચે સાચા કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારો આજે 100 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમની અને તેના પરિવારની ચિંતા છોડીને માત્ર જૂનાગઢવાસીઓની ચિંતા કરીને સતત તેમની સેવાઓ આપી રહ્યા છે. જે જગ્યાએ સામાન્ય દિવસોમાં માણસ જવાનું ટાળે છે તેવી જગ્યાએ કોરોના વાઇરસના સતત ખતરાની વચ્ચે પણ સફાઈ કામદાર આજે તેમની ફરજ અદા કરી રહ્યા છે.

સફાઈ કામદારો બજાવી રહ્યા છે તેમની સેવાઓ
સફાઈ કામદારો બજાવી રહ્યા છે તેમની સેવાઓ
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા 15 જેટલા વોર્ડમાં અંદાજિત 300 કરતાં વધુ સફાઈ કામદારો છેલ્લા 100 દિવસ કરતાં પણ વધુ સમયથી કોઈ પણ પ્રકારની રજા લીધા વગર આજે સતત કામ કરી રહ્યા છે. શહેરમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 370એ પહોંચી છે અને કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આવા મુશ્કેલ અને સંકટના સમયમાં પણ સફાઈ કામદારો એકમાત્ર જૂનાગઢ અને અહીંના શહેરીજનોની ચિંતા કરીને જૂનાગઢને સાફ રાખવાનો કપરું કાર્ય કરી રહ્યા છે.
સફાઈ કામદારો બજાવી રહ્યા છે તેમની સેવાઓ
કોરોના સંક્રમિત વ્યક્તિઓના ઘર અને તેના વિસ્તારમાં સામાન્ય લોકો જતા પણ ભયથી કાંપી જાય છે, ત્યારે સફાઈ કામદાર આવા જ વ્યક્તિઓના ઘર અને તેના વિસ્તારમાં જઇને કચરો એકઠો કરીને સતત ઝઝુમી રહેલા ખતરામાં પોતાની જાતને હોમીને જૂનાગઢને કોરોના મુક્ત કરવાના યુદ્ધમાં જોતરાયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.