- યુનિવર્સિટી નો વિદ્યાર્થીઓના હિતમાં માનવતાવાદી નિર્ણય
- કોરોના સંક્રમણ કાળ માં માતા-પિતા કે ગુમાવનાર વિદ્યાર્થીઓને મળશે ફી વગર પ્રવેશ
- યુનિવર્સિટી સંલગ્ન જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર એ દ્વારકા જિલ્લાની કોલેજનો સમાવેશ
જૂનાગઢઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં માનવતાવાદી નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ કાળમાં જે વિદ્યાર્થીઓએ માતા-પિતા કે વાલી કોરોનાને કારણે ગુમાવ્યા છે. તેવા પ્રત્યેક વિદ્યાર્થીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં ફી વગર પ્રવેશ આપવાનો નિર્ણય યુનિવર્સિટીએ કર્યો છે. સમગ્ર મામલાને લઈને યુનિવર્સીટીના ચાન્સેલર ડો. ચેતન ત્રિવેદી એ etv ભારતને ફી માફીને લઈને સમગ્ર વિગતોની જાણકારી પૂરી પાડી હતી.
આ પણ વાંચોઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરાયું
વિદ્યાર્થીઓના હિતમાં માનવતાવાદી નિર્ણય
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં માનવતાવાદી નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના હિતમાં કોરોના સંક્રમણને કારણે જે વિદ્યાર્થીઓના માતા-પિતા કે પાલક વાલીનું અવસાન કોરોના સંક્રમણને કારણે થયું હશે. તેવા તમામ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંલગ્ન થયેલી તમામ કોલેજોમાં ફી વગર પ્રવેશ આપવાનો નિર્ણય યુનિવર્સિટીના સત્તાધીશોએ કર્યો છે સમગ્ર નિર્ણયને લઈને યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી એ etv ભારત સમક્ષ ફી માફીને લઈને વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં આ પ્રકારનો નિર્ણય લાગું કરી દેવામાં આવ્યો છે. જેનો નવા શૈક્ષણિક સત્રથી અમલ પણ શરૂ કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.ed અને M.ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન
સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વગર સીધો પ્રવેશ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સંલગ્ન જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લાની તમામ કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં જે તે વિદ્યાર્થી પ્રવેશ મેળવવા માગતો હશે. તેમણે તેના માતા-પિતા કે પાલક વાલીનું અવસાન કોરોના સંક્રમણને કારણે થયું છે. તેવા પુરાવાઓ પ્રવેશ મેળવતી વખતે આપવાના રહેશે. જે રજૂ કરીએ કોઈ પણ વિદ્યાર્થીને યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વગર સીધો પ્રવેશ આપવાનો નિર્ણય યુનિવર્સિટીએ કર્યો છે. જેનો અમલ નવા શૈક્ષણિક સત્રથી થવા જઈ રહ્યો છે.