જૂનાગઢ: કોરોના વાઈરસ ધીરે-ધીરે વિસ્તરી રહ્યો છે. આ વાઈરસના પોઝિટિવ કેસો સમગ્ર દેશમાં વધી રહ્યાં છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા આગામી 29 માર્ચ સુધી તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કર્યો છે. જેને પગલે વિદ્યાર્થીઓનો શિક્ષણકાર્ય ખોરંભે પડયું હતું. તેમજ આગામી મહિને લેવાના નીટની પરીક્ષાની તૈયારીઓ પર પણ પ્રશ્નાર્થ ઊભું થયું હતું. જેને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ખૂબ જ ચિંતા જોવા મળી હતી. પરંતુ શિક્ષકોનો પ્રયાસ અને વિદ્યાર્થીઓના સહકારથી જૂનાગઢના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આગામી 15 દિવસ સુધી કારકિર્દી લક્ષી નીટની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે.અત્યારના સમયને ટેકનોલોજીના સમય તરીકે પણ માનવામાં આવે છે.
આજનો માનવી આધુનિક સાધનો સાથે ધીરે ધીરે જોડાતો જાય છે. ત્યારે કોરોના વાઈરસના આ ખતરાને પગલે જે પ્રકારે 15 દિવસ સુધી શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો હુકમ થયો હતો. તેની સામે શિક્ષકો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી થકી 15 દિવસનો આ સમયગાળો વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી અને તેમની ચિંતામાં ઘટાડો કરે તેવા પ્રયાસ સાથે નીટની પરીક્ષાના ઉપયોગી અભ્યાસક્રમો મોબાઇલમાં વીડિયો મારફતે રેકોર્ડિંગ કરીને દરેક વિદ્યાર્થી સુધી વ્યક્તિગત પહોંચી રહ્યાં છે. ખાલી વર્ગખંડમાં માત્ર શિક્ષક ઉપયોગી ચેપ્ટરને વિદ્યાર્થીઓને સામાન્ય સ્થિતિમાં અભ્યાસ કરાવતા હોય તે પ્રકારને અભ્યાસ કરાવતા હોય તેવો વીડિયો મોબાઇલમાં રેકોર્ડિંગ કરી આપે છે.
આ ઘટના વર્ગખંડમાં શિક્ષણ કાર્ય ચાલતું હોય તેવું જ આબેહૂબ લાગે છે. વિડિયો રેકોર્ડિંગ થઇ ગયા બાદ આ વીડિયો શિક્ષક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી વ્યક્તિગત દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે, અને નીટની તૈયારીઓનો જે અભ્યાસક્રમ છે. તેને લઈને વિદ્યાર્થીઓની સમસ્યાનો સમાધાન કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સ્વીકારી રહ્યાં છે. કોરોના વાયરસથી પોતાનો બચાવ કરીને ઘરમાં બેઠા-બેઠા 15 દિવસ સુધી પોતાની અનુકુળતાએ કારકિર્દી લક્ષી નીટની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે.