વિગતો મુજબ, શહેરના આઝાદ ચોકથી રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલીમાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવા સૂત્રો પોકારવામાં આવ્યા હતા. આ રેલીમાં આવવા માટે કોલેજની મોટાભાગની વિદ્યાર્થીનીઓ કાળા પોશાકમાં હાજર રહીને મહિલા વિરુદ્ધ થયેલા દુષ્કર્મને વખોડવા માટે રેલીમાં જોડાઇ હતી.
આ રેલીમાં વિદ્યાર્થીનીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો. જે પ્રકારે દેશમાં જાતીય દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે પરંતુ તેના આરોપીઓને હજુ સુધી દંડની કાર્યવાહી નહિ કરવામાં આવતા વિદ્યાર્થીઓ પણ હવે રોષે ભરાયેલા છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ખૂબ જ ટૂંકા સમયમાં કેસની સુનાવણી પૂરી થાય અને તમામ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગ કરાઈ હતી.