ETV Bharat / state

Junagadh news: જુનાગઢમા તંત્રની અણ આવડતનો ભોગ બન્યા મુસાફરો, એસટી બસ ભૂગર્ભ ગટરના ખોદાણમાં અચાનક ખૂંપી ગઈ

જુનાગઢ તંત્રની અણ આવડતનો ભોગ હવે સામાન્ય લોકો બની રહ્યા છે. મધુરમ ટીંબાવાડી હાઇવે પર બુધવારે સાંજના સમયે સોમનાથ મોડાસા રૂટની એસટી બસ ભૂગર્ભ ગટરના ખોદાણમાં અચાનક ખૂંપી જતા બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. જો બસ અકસ્માતે પલટી ગઈ હોત તો કેટલાય મુસાફરો આજે તંત્રની આવડતને કારણે અકસ્માતનો ભોગ બન્યા હોત.

Junagadh news: જુનાગઢમા તંત્રની અણ આવડતનો ભોગ બન્યા મુસાફરો, એસટી બસ ભૂગર્ભ ગટરના ખોદાણમાં અચાનક ખૂંપી ગઈ
Junagadh news: જુનાગઢમા તંત્રની અણ આવડતનો ભોગ બન્યા મુસાફરો, એસટી બસ ભૂગર્ભ ગટરના ખોદાણમાં અચાનક ખૂંપી ગઈ
author img

By

Published : Jun 29, 2023, 6:36 AM IST

જુનાગઢ: શહેરમાં પાછલા છ મહિના કરતાં વધારે સમયથી ભૂગર્ભ ગટર નર્મદાના પાણીની પાઇપલાઇનનુ કામ ચાલી રહ્યું છે. પાછલા છ મહિનાથી જુનાગઢ કોર્પોરેશન વિસ્તારના મોટાભાગના લોકો ભુગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનના કારણે માર્ગો પર કરવામાં આવેલા ખૂબ મોટા ખોદાણને કારણે અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. ચોમાસુ આવી ગયું હોવા છતાં પણ કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા હવે જુનાગઢના તંત્રની અણ આવડતનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે.

જુનાગઢ તંત્રની અણ આવડત સામાન્ય લોકો બની રહ્યા છે ભોગ : મધુરમ ટીંબાવાડી વિસ્તારમાં આજે ભૂગર્ભ ગટરના કરેલા ખોદાણમાં સોમનાથ મોડાસા રૂટ ની એસટી બસ ખુપી જવા પામી હતી જેને જેસીબી ની મદદ થી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે અકસ્માતમાં મુસાફરોને કોઈ ગંભીર કે મોટી ઈજા થવા પામી નથી પરંતુ જુનાગઢ તંત્રની અણ આવડતને કારણે આજે કેટલાય લોકો પારાવાર મુશ્કેલીમાં ફસાતા જોવા મળે છે. ચોમાસું બિલકુલ શરૂ થઈ ગયું છે આવી પરિસ્થિતિમાં સરકારનું તંત્ર જાણે કે ઈરાદાપૂર્વક કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હોય તેનો પુરાવો આજે જુનાગઢમાં સામે આવ્યો છે સદ નસીબે અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઇજાઓ નથી થઈ પરંતુ આ જ પ્રકારે અકસ્માત થશે તો આવનારા દિવસોમાં જાનહાની અને ગંભીર ઇજાના કિસ્સાઓ પણ જોવા મળશે.

ચોમાસાને ધ્યાન રાખીને કામ પૂર્ણ થવું જોઈતું હતું: વિપક્ષના કોર્પોરેટર લલિત પરસાણા એ ઇટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને નર્મદાના પાણીની પાઇપલાઇનનું જે કામ ચાલી રહ્યું છે, તે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યું છે. બંને સરકારી સંસ્થાઓ ચોમાસાને ધ્યાને રાખીને કામની પૂર્ણતા તરફ ધ્યાન દેવાને બદલે અન્ય કામો તરફ વળી જતા હજુ પણ જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અનેક જગ્યા પર ગટર અને પાણીની પાઇપલાઇનના કામો બાકી છે.

સરકારી એજન્સીની એક બીજા પર ખો: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ વચ્ચે જાણે કે સંકલન નો અભાવ હોય તે રીતે ગટર અને પાણીની પાઇપલાઇનનું કામ ટલ્લે ચળી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી કે પદાધિકારીઓ નો ફોન કવરેજ વિસ્તારમાં જોવા મળતો ન હતો તો બીજી તરફ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનો ઓફિસ સમય બાદ સંપર્ક કે રૂબરૂ મુલાકાત કરવી આજે પણ નામુમકીન જણાય છે આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકો તંત્રની અણ આવડતનો ભોગ બની રહ્યા છે.

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ: સોમનાથ મોડાસા રૂટની એસટી બસમાં જે મુસાફરો આવી રહ્યા હતા તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે ભૂગર્ભ ગટરના પોલાણમાં ખૂંપી ગયેલી બસને બહાર કાઢ્યા બાદ તેને રીપેરીંગ કરવાની પણ જરૂર પડશે આવી પરિસ્થિતિમાં બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો સમયસર પોતાના નિર્ધારિત સ્થળે પહોંચશે તે માટે જુનાગઢ થી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. Junagadh Majevadi Dargah : મજેવડી તોફાનીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આપ્યો આદેશ
  2. Junagadh Rain : જૂનાગઢમાં ચોમાસાનો પ્રથમ વરસાદ ધોધમાર, રસ્તાઓ પર ભરાયા પાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.