ETV Bharat / state

STSangamam: આજથી 15 દિવસ સુધી સોમનાથના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું શરૂ - Somnath Tamil Sangamam start from Somnath

સોમનાથના આંગણે આજથી તારીખ 30 સુધી સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. સોમનાથ આમ તો સંસ્કૃતિના ઉદયનું સાક્ષી રહ્યું છે પરંતુ હવે સોમનાથની ભૂમિ બે સંસ્કૃતિના સંગમતીર્થનું સાક્ષી બની રહ્યું છે. સોમનાથની ધરતી પર ગુજરાતી અને તમિલ સંસ્કૃતિનું મિલન થવા જઈ રહ્યું છે. માત્ર બે પ્રદેશને પ્રજા જ નહીં પરંતુ ખાનપાનથી લઈને પોશાક સુધી એક સંસ્કૃતિ રજૂ થવાની છે. સોમનાથ તીર્થ ફરી એક વખત આ રાષ્ટ્રીય કક્ષાની ઇવન્ટનું સાક્ષી બનશે.સવારે 11.30 વાગ્યે સૌરાષ્ટ્ર તમિલ જોડાણનો ઈતિહાસ દસ્તાવેજી ફિલ્મ તરીકે રજૂ થશે.

STSangamam: આજથી 15 દિવસ સુધી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન

author img

By

Published : Apr 17, 2023, 11:17 AM IST

Updated : Apr 17, 2023, 1:51 PM IST

STSangamam: આજથી 15 દિવસ સુધી સોમનાથના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું શરૂ

જૂનાગઢ/ગીર સોમનાથ: વર્ષો પહેલા હિજરત પામી સૌરાષ્ટ્રથી વિખૂટા પડેલા તમિલ ફરી પોતાની મૂળ સંસ્કૃતિને જાણે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો ખ્યાલ સાકાર થાય એ માટે સોમનાથના આંગણે આજથી તારીખ 30 સુધી સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા તમિલનાડું રાજયના રાજ્યપાલ તમિલીસાઈ સુદ રાજનના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મૂકાશે.

300 લોકો ખાસ ઉપસ્થિત: આ કાર્યક્રમમાં આશરે 300 લોકો ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં જુદા જુદા કલાકારોનો પણ સમાવેશ થાય છે. સવારે 11.30 વાગ્યે સૌરાષ્ટ્ર તમિલ જોડાણનો ઈતિહાસ દસ્તાવેજી ફિલ્મ તરીકે રજૂ થશે. એ પછી ફૂડકોર્ટને લૉન્ચ કરાશે. એ પછી જુદી જુદી થીમ પર સેમિનાર યોજાશે. જ્યારે ખાસ તૈયાર કરવામાં આવેલા અમૃત મોલમાં હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ એક્સપો શરૂ થશે.

આ પણ વાંચો ST sangamam TirthYatra: તમિલનાડુમાં ધબકે છે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, સૌરાષ્ટ્રાવાસીઓની હિજરતનો રોચક ઈતિહાસ

તમિલ સંગમ કાર્યક્રમ: આજથી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારના પ્રધાનો અને ખાસ કાર્યક્રમ માટે આવેલા તમિલનાડુના મૂળ સૌરાષ્ટ્રની હાજરીમાં આજે કાર્યક્રમ શરૂ થશે. 15 દિવસ સુધી વિવિધ તબક્કામાં યોજવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આજે રાજનાથ સિંહ અને પોંડીચેરીના રાજ્યપાલ તમિલસાઇ સૌદરરાજનની હાજરીમાં શરૂ થવા જઈ રહ્યો છે.

  • As the landmark #STSangamam commences, my best wishes to all participants. The bond between the Saurashtra region in Gujarat and Tamil Nadu is a very old and strong one. May this Sangamam boost cultural linkages and the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat.’ https://t.co/L9EvAAJGIQ

    — Narendra Modi (@narendramodi) April 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કાર્યક્રમનું આયોજન: આજથી 15 દિવસ સુધી વિવિધ તબક્કામાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ખાસ તમિલનાડુ થી આવેલા અને મૂળ સૌરાષ્ટ્રના તમિલયનો વિવિધ તબક્કામાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમમાં હાજર રહેશે. 15 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને તમિલનાડુની ધાર્મિક સામાજિક પારિવારિક અને અન્ય સંસ્કૃતિ એકમેક ના પરિચયમાં 1000 વર્ષ બાદ આવવા જઈ રહી છે. જેને લઈને પણ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો બની રહેશે.

ભુપેન્દ્ર પટેલ રહેશે હાજર: હજાર વર્ષ જૂની સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિનું આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ફરી એક વખત મિલન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત રાજ્યના અનેક પ્રધાનો પણ હાજર રહેવાના છે.1000 વર્ષ બાદ આયોજિત થઈ રહેલા આ કાર્યક્રમને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા સમગ્ર કાર્યક્રમને લઈને કરવામાં આવી છે. જે આગામી 15 દિવસ સુધી સોમનાથના આંગણે આયોજિત થવા જઈ રહી છે.

આ પણ વાંચો Tamil New Year Puthandu 2023: ગીર સોમનાથના તમિલ પરિવારોએ ગરબે ઘૂમી કરી નવ વર્ષ પુથંદુ વજથુકલની ભવ્ય ઉજવણી

સોમનાથ મહાદેવની સાક્ષી: આગામી 15 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિ ધાર્મિક પરંપરા રિત રિવાજ અને આજથી 1000 વર્ષ પૂર્વે જે પરંપરા ને છોડીને તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રીય નો આજે તમિલિયમ તરીકે સોમનાથ આવ્યા છે. તેમના માટે પણ આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. 1000 વર્ષ જૂની આ પરંપરા આજે ફરી એક વખત સોમનાથ મહાદેવની સાક્ષી પરિપૂર્ણ થવા જઈ રહી છે.

Last Updated : Apr 17, 2023, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.