જૂનાગઠ: આજના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન માટેનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. તેમજ રાત્રીના સમયે શિવના સૈનિકો સંન્યાસીઓની એક રવેડી પણ નીકળશે. રવેડીનું શિવ ચરિત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. યાત્રિકો આજે વહેલી સવારથી જ ભવનાથ તળેટીમાં પોતાનું સ્થાન લેવા માટે કતારબંધ આવી રહ્યાં છે. શિવરાત્રીના દિવસે સંન્યાસીઓની રવેડીના દર્શનને પણ ખુબ જ પુણ્ય માનવામાં આવે છે. જેને લઇને શિવભક્તો આખો દિવસ માર્ગ પર બેસીને ભગવાન ભોળાનાથની રવેડી શરૂ થાય તેની રાહમાં ભવનાથ તળેટીમાં બેસેલા જોવા મળે છે.
![મહા શિવરાત્રીના મહા પર્વને લઇને ભવનાથમાં શિવભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-06-shivratri-vis01-av-7200745_21022020134423_2102f_01074_170.jpg)