ETV Bharat / state

ધર્મની સાથે આધુનિક વિજ્ઞાન શિક્ષણના પ્રણેતા શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી - Modern knowledge

આજે ગુરુ પુનમ નો પાવન પર્વ છે ત્યારે આજે એક એવા સદગુરુ ની વાત કરીશું કે જેમણે ધર્મની સાથે આધુનિક વિજ્ઞાનનો અનોખો સમન્વય કરીને શિક્ષણની સાથે આદિ અનાદિકાળથી ચાલતી આવતી પારંપરિક હિન્દુ સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર ને લઈને ખૂબ મોટું કામ કર્યું છે મોહન નામે પૃથ્વી પર અવતાર થયેલા અને વર્તમાન સમયમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના નામથી દેશ અને દુનિયામાં નામના પ્રાપ્ત એવા ગુરુની વિશેષ ઉપલબ્ધિઓ આજે આપણે ગુરુ પૂનમના પાવન અવસરે જાણીશું

swami
ધર્મની સાથે આધુનિક વિજ્ઞાન શિક્ષણના પ્રણેતા શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી
author img

By

Published : Jul 24, 2021, 12:40 PM IST

  • આજે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ગુરુ પૂર્ણિમા
  • સ્વામિનારાયણ સંપ્રદાયના એક એવા ગુરુ જે આધુનિક વિજ્ઞાન સાથે કરે છે ધર્મનો પ્રચાર
  • શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના નામથી દેશ અને દુનિયામાં પ્રખ્યાત

જૂનાગઢ : આજે ગુરુ પુનમ નો પાવન પર્વ છે ત્યારે આજના દિવસે ગુરુ નો મહિમા કરવાની હિંદુ ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ જોવા મળે છે ત્યારે આવા જ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કે જે હિંદુ સંસ્કૃતિ અને આધુનિક વિજ્ઞાનના જન્મદાતા તરીકે દેશ અને દુનિયામાં ઓળખાઈ રહ્યા છે. શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી વિશે આજે ગુરુપૂર્ણિમાના દિવસે તેમના દ્વારા થઇ રહેલા ધર્મની સાથે શિક્ષણના પ્રચારની કેટલીક ઉમદા વાતો જાણીશું રાજકોટ જિલ્લાના ખોરાણા ગામ માં 16 ઓક્ટોબર 1950ના દિવસે મોહન નામથી અવતરણ થયેલા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ પ્રાપ્ત કરીને ઉચ્ચ શિક્ષણ માટે રાજકોટની ગુરુકુળ શૈક્ષણિક સંસ્થામાં જોડાયા ત્યારથી મોહન થી શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી બનવાની સફરના શ્રી ગણેશ થયા.

અભ્યાસની સાથે ધર્મમાં રુચિ

શાળાના અભ્યાસ કાળથી જ શિક્ષણની સાથે ધર્મમાં ખૂબ જ રૂચિ ધરાવતા મોહન આજે શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી તરીકે સમગ્ર જગતમાં ઓળખાઈ રહ્યા છે. શાળા કક્ષાએ ધર્મજીવનદાસજી યોગી સ્વામીજી પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી સ્વામીના સંપર્કમાં આવવાથી શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજીને ધર્મ પ્રત્યે ખૂબ રૂચિ વધવા લાગી ત્યારે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જૂનાગઢના રાધા દામોદર મંદિરમાં મોહન પાર્ષદ બનીને ધર્મની સાથે સેવા યજ્ઞની શરૂઆત કરી ત્યાર બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નરેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે દિક્ષા ધારણ કરીને મોહન શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી નામથી સમગ્ર જગતમાં ખ્યાતી પામ્યા છે.

આ પણ વાંચો : કોરોના ઈફેક્ટઃ ભવનાથ ગીરી તળેટીમાં પ્રાચીન કાળથી ઉજવાતી ગુરુ પૂર્ણિમા રદ

શિક્ષણમાં મળ્યા છે અનેક સન્માન

શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી એ કાશીમાં આવેલી સંસ્કૃત વિદ્યાપીઠ માં સંસ્કૃતના વેદાચાર્ય તરીકે 1977માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તિરુપતિમાં આયોજિત ભારતીય સંસ્કૃત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. સ્વામી માધવપ્રિયદાસજીએ કાશીમાં છ જેટલા ગોલ્ડ અને આટલી જ સંખ્યામાં રજત ચંદ્રક પણ સંસ્કૃતમાં યોજાયેલી વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને મેળવ્યા હતા.

આ પણ વાંચો : ગુરુપૂર્ણિમાઃ સારસા સતકૈવલના આચાર્ય અવિચલદાસ મહારાજનો ગુરુ સંદેશ, ઘરે રહી ઉજવણી કરો...

આધુનિક વિજ્ઞાનને મહત્વ

શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી બન્યા બાદ તેઓ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચી શકે એ માટે તેમણે સદ સત્સંગીજીવન શ્રીમદ ભાગવત પુરાણ રામાયણ ગીતા જેવા ગ્રંથોની પારાયણ કરીને અનેક લોકો સુધી ધર્મની સાથે શિક્ષણનું જ્ઞાન પહોંચે તે માટેના પ્રયાસો કર્યા છે. શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ ભારત સહિત અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને યુરોપ અને આરબ દેશોના હિન્દુ પરંપરામાં માનતા લોકોનો પણ વ્યક્તિગત સંપર્ક કરીને હિંદુ ધર્મની સાથે શિક્ષણ અને ખાસ કરીને આધુનિક વિજ્ઞાન શિક્ષણને ખૂબ મહત્વ આપવું જોઈએ તેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે તેઓ આજે ગીર મધ્યમાં દ્રોણેશ્વર નજીક મારુતીધામમ ગુરુકુળનો અભ્યાસ ચલાવી રહ્યા છે જેમાં હજારો વિદ્યાર્થીઓએ ધર્મની સાથે આધુનિક વિજ્ઞાન અને શિક્ષણ નું જ્ઞાન પ્રાપ્ત કરીને સમાજને ઉપયોગી બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.