ETV Bharat / state

"ખુશખબર"! ફ્યુઅલ સરચાર્જમાં થયો મોટો ઘટાડો, છેલ્લા ત્રણ મહિનાના બિલ લાભ થશે - FUEL SURCHARGE

રાજ્ય સરકાર દ્વારા 'સુશાસન દિવસ' નિમિત્તે જનતાના હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ઓકટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડો કરવામાં આવ્યો છે.

ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો
ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 12 hours ago

ગાંધીનગર: આજે 'સુશાસન દિવસ' નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જનતાના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓકટોબર, 2024 થી ડિસેમ્બર, 2024 માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ અંગે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : ગાંધીનગરમાં પત્રકાર પરિષદ સંબોધતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર, 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે.

ફ્યુઅલ સરચાર્જમાં ફેરફાર થયા : કનુભાઈ દેસાઈએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ, 2024 થી સપ્ટેમ્બર, 2024 ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.

ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો : વધુમાં, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ 1 ઓક્ટોબર, 2024 થી પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ કેટલો ? કનુભાઈ દેસાઈએ વધુમાં કહ્યું કે, ઓક્ટોબર, 2024 થી ડિસેમ્બર, 2024 ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફ્યુઅલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે.

1.75 કરોડ ગ્રાહકોને લાભ થશે : કનુભાઈ દેસાઈએ ઉમેર્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85 થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરથી વસુલાત કરવામાં આવશે. આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને લાભ થશે. વધુમાં જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ 50-60 ની માસિક બચત થશે.

  1. હવે NA માટે માત્ર 10 ટકા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, મહત્વપૂર્ણ નિર્ણય જાણો...
  2. GST કાઉન્સિલના નિર્ણય: પોપકોર્ન પર 18 % સુધી GST, શું સસ્તું અને શું મોંઘું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.