ETV Bharat / state

આગામી શનિવાર સુધીમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ - જૂનાગઢ હવામાન વિભાગ

આગામી ત્રણ દિવસ સુધી તા.10, 11 અને 12 સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ જૂનાગઢ હવામાન વિભાગના અધિકારીએ વ્યક્ત કરી છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Dec 10, 2020, 3:04 PM IST

  • ફરી એક વખત સૌરાષ્ટ્ર પર ઊભું થયું માવઠાનુ સંકટ
  • ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં બદલાવ
  • ઠંડીનું પ્રમાણ પણ દિવસે ને દિવસે ઘટશે

જૂનાગઢ : આગામી ત્રણ દિવસ તા. 10, 11 અને 12 સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ તેમજ જૂનાગઢ સહિત ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના વડાએ વ્યક્ત કરી છે. જે પ્રકારે છેલ્લા 24 કલાકથી વાતાવરણ સતત બદલાઈ રહ્યું હતું, તેમજ ઠંડીનું પ્રમાણ નહિવત જોવા મળે છે. જેની સામે ભેજનું પ્રમાણ વધતા માવઠાની શક્યતાઓ ઊભી થઈ છે. જે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાના કોઈ વિસ્તારોમાં કમોસમી વરસાદના રૂપમાં માવઠું વરસી શકે છે.

આગામી શનિવાર સુધીમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ
વાતાવરણમાં જોવા મળતો બદલાવ માવઠા માટે શક્યતાઓનું સર્જન
છેલ્લાં કેટલાંક સમયથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે માવઠાની શક્યતાઓ પ્રબળ બની છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ભેજવાળા પવનોને કારણે માવઠાની સિસ્ટમ ઊભી થઈ છે. જેને કારણે આગામી શનિવાર સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠાના રૂપે વરસી શકે છે. જેને કારણે ખેડૂતોને કોઈ નુક્સાન જવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી. વધુમાં માવઠું જ્યાં સુધી સિસ્ટમ દૂર ન થાય ત્યાં સુધી ઠંડીનું પ્રમાણ પણ દિવસે ને દિવસે ઘટતું જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.