જૂનાગઢ: ઉનાળાની ગરમીમાં રાહત અપાવતું લીંબુ પાણી અને તેનું સરબત તમે અનેક (Lemon juice)પ્રકારે બનતા જોયા હશે. પરંતુ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીયે આખા લીંબુ માંથી બનતું શરબત જેનો સ્વાદ અન્ય લીંબુ શરબત (Uniquely Made Lemonade)કરતા અનોખો જોવા મળે છે. જેને કારણે લીંબુ શરબતના શોખીનો આખા લીંબુપાણીના શરબતનો ટેસ્ટ માટે દૂરથી આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગરમીથી રાહત આપવા વાસણામાં યુવાનોએ સાર્વજનિક લીંબુ પાણીની સેવા કરી શરૂ
આખા લીંબુ માંથી લીંબુ પાણી અને શરબત - ઉનાળાની આકરી ગરમીનો દોર શરૂ (Lemon Sherbet)થયો છે. ગરમીમાંથી રાહત મેળવવા માટે સૌ કોઈ લીંબુ પાણી અને તેના સરબત પર નિર્ભર બની રહ્યા છે. આજે અમે આપના માટે(Uniquely Made Lemonade) લઇને આવ્યા છે અનોખી પદ્ધતિથી તૈયાર થતું લીંબુ શરબત હા અત્યાર સુધી તમે લીંબુના રસમાંથી લીંબુ પાણી કે શરબત બનતું જોયું હશે. પરંતુ જૂનાગઢમાં પાછલા ઘણા વર્ષોથી આખા લીંબુ માંથી લીંબુ પાણી અને શરબત બની રહ્યું છે. જે અન્ય લીંબુ પાણી અને શરબત કરતા સ્વાદની દૃષ્ટિએ ખૂબ જ અનોખુ જોવા મળે છે અને સાથે સાથે આખા લીંબુ માંથી સરબત બની રહ્યું છે. તેને લઈને પણ લીંબુ પાણી અને શરબત અન્ત લીંબુ શરબત અને પાણીથી અલગ પડી રહ્યું છે જેનો સ્વાદ માણવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને ઉનાળાની ગરમીમાંથી રાહત પણ મેળવી રહ્યા છે.
આખા લીંબુનું શરબત - સામાન્ય રીતે લીંબુ શરબત બનાવવા માટે લીંબુના રસનો( Lemon Sherbet in Junagadh)ઉપયોગ થતો હોય છે. પરંતુ જૂનાગઢની જ્યોતિ કોલ્ડ્રિંક્સ નામની ઠંડા પીણાની દુકાનમાં લીંબુના રસની જગ્યાએ આખા લીંબુને મિક્સરમાં બરફ ખાંડની ચાસણી મરી-મસાલા અને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને ક્રશ કરીને આખા લીંબુનુ શરબત તૈયાર થાય છે. આ સરબત સામાન્ય લીંબુના રસ માંથી બનતા શરબતના સ્વાદ કરતાં અનેક ગણું ચડિયાતું અને સ્વાદિષ્ટ હોય છે.
આ પણ વાંચોઃ લોકડાઉન રેસીપીઃ આ રહી તમારા માટે એક સંપૂર્ણ ઉનાળુ પીણું લીંબુ શરબતની રેસીપી
લીંબુ શરબત આજે ખૂબ પ્રિય - લીંબુની છાલમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ મિક્સરમાં મિક્સ થાય છે લીંબુમાં રહેલું વિટામિન સી ની સાથે એન્ટીઓક્સીડેન્ટ નામનું તત્વ પણ લીંબુના રસમાં ભળે છે જે લીંબુના સ્વાદમાં ખૂબ વધારો કરે છે સાથે સાથે લીંબુ શરબત શરીરમાં વિટામિન સી ની સાથે એન્ટીઓક્સીડેન્ટ પણ પૂરુ પાડે છે જેને લઇને લીંબુ શરબત સ્વાદની ગુણવત્તા અને તેની બનાવટને લઈને સૌથી અનોખું જોવા મળે છે જેને કારણે સ્વાદના રસિકો માટે લીંબુ શરબત આજે ખૂબ પ્રિય બની રહ્યું છે.