ભવનાથ ; મહાશિવરાત્રીના મહાપર્વને લઈને ગીરી તળેટી હવે નાગા સન્યાસીઓની હાજરીથી શિવમય બનતી જોવા મળે છે. શિવરાત્રીના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વિદેશી સન્યાસી દ્વારા ઘુણો ધખાવ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ રશિયાના અને ભારતમાં પાછલા એક વર્ષથી સતત ભ્રમણ કરી રહેલા અન્નપૂર્ણા દેવીએ પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળામાં શિવની આરાધના માટે ઘુણો ધખાવ્યો છે.
વિદેશી સન્યાસીઓએ જમાવ્યું આકર્ષણ : શિવરાત્રીનો મેળો શરૂ થવાની ગણતરીની કલાકો બાકી છે. ત્યારે સનાતન ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતા રશિયાના સાધવી અન્નપૂર્ણા દેવીએ ફરી એક વખત ગિરનારમાં ધૂણો ધખાવવા માટે આવ્યા છે. મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વિદેશી સન્યાસી દ્વારા શિવની આરાધના માટે ધૂણો લગાવવામાં આવ્યો હોય. અન્નપૂર્ણા ગીરીએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે આપણે બધા એક જ ભગવાનના સંતાનો છીએ. એક પરિવાર એટલે સનાતન ધર્મ અને સનાતન ધર્મની ઉપાસના થકી પરમાત્માની કૃપાથી આજે મહાશિવરાત્રીના મેળામાં ધૂણો લગાવવાની તક મળી છે. જેને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે.
આ પણ વાંચો ભવનાથમાં રશિયન સાધ્વીએ શિવ મહામંત્રનું રહસ્ય સમજાવ્યું
આત્મા અને પરમાત્મા રુપી મંદિર : એટલે શરીર અન્નપૂર્ણા દેવી માની રહ્યા છે કે આપણા શરીર રૂપી મંદિરમાં આત્મા અને પરમાત્મા બિરાજી રહ્યા છે. ત્યારે શિવરાત્રીના પાવન પર્વ દરમિયાન ધુણો લગાવવાથી જે આંતરિક આનંદ થાય છે તેને શબ્દોમાં વ્યક્ત કરવો ખૂબ મુશ્કેલ છે. કહેવાય છે કે ગિરનારની તપોભૂમિમાં મહાપુરુષો યુગ પુરુષો અને સ્વયમ દેવતાઓએ પણ તપસ્ચર્યા અને ભક્તિ કરી છે. ત્યારે આવા પવિત્ર સ્થળે શિવરાત્રી જેવા પાવન અવસરે ઘુણો લગાવીને શિવની આરાધના કરવાની જે તક મળી છે. ત્યારે હું પાંચ દિવસ દરમિયાન શિવની પ્રાર્થના અને ભક્તિ કરીને સમગ્ર વિશ્વમાં શાંતિ ભાઈચારો અને સુખ ચેન સ્થપાય તે માટે મહાદેવની પૂજા અને ભક્તિ કરીશ.
અન્નપૂર્ણા દેવી બીજી વખત આવ્યા : શિવરાત્રી મેળામાં રશિયન સાધ્વી અન્નપૂર્ણા દેવી સનાતન ધર્મથી ખૂબ જ પ્રભાવિત થયા છે જેને લઈને તેઓ ગત વર્ષે મહાશિવરાત્રીના મેળામાં પણ જોવા મળ્યા હતા. ગત વર્ષે તેમના દ્વારા કોઈ ધુણો લગાવવામાં આવ્યો ન હતો. આ વખતે પ્રથમ વખત તેઓ ઘુણો લગાવીને સનાતન ધર્મના સાધુ તરીકે ભવનાથની ગીરી તળેટીમાં બેસેલા જોવા મળશે. ગત વર્ષે પરિક્રમા દરમિયાન પણ અન્નપૂર્ણા દેવી ભવનાથમાં જોવા મળ્યા હતા. ત્યારે શિવરાત્રીના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વિદેશી સંન્યાસીઓ દ્વારા ઘુણો લગાવવાની આ પ્રથમ ઘટના છે. જેને લઈને પણ મહાશિવરાત્રીનો મેળો ધાર્મિક દ્રષ્ટિએ વિશ્વના સીમાળાઓ ઓળગતો જોવા મળી રહ્યો છે.