જૂનાગઢ: રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલ સાથે થેલેસેમિયા દર્દીઓની સારવાર માટેના આધુનિક વોર્ડની રચના કરવા માટેના એમ ઓ યુ કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલ સર્જન અને રિઝવાન આળતીયા ફાઉન્ડેશનના સીઈઓ સૂજીત સરકારે આ એમ ઓ યુ પર હસ્તાક્ષર કરીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે નવી સારવારની ક્ષિતિજો ખોલી આપી છે.
આ પણ વાંચો Bhasma Aarti: માત્ર ઉજ્જૈનના મહાકાલ મંદિરે જ નહીં ગુજરાતના આ મંદિરમાં પણ થાય છે ભસ્મ આરતી
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ: રિઝવાન આડતીયા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને તેમની સંસ્થા દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને બાળકો સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો માટે વિશેષ સમલતો મળી રહે તે માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેનન્ટ ડો નયનાબેન લકુમ અને રિઝવાન આડતીયા ફાઉન્ડેશનના સીઈઓ સુજીત સરકારે હસ્તાક્ષર કરીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને અન્ય દર્દીઓની સારવાર જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં થઈ શકે તેની નવી ક્ષિતિજોને આજે સાકાર કરીને આગળ ધપાવવાની દિશામાં નવી પહેલ કરી છે.
સેવાઓ થશે કાર્યરત: રિઝવાન આડતીયા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો માટે 10 પથારીની સાથે 20 જેટલા યુનિટ લોહીનું તબદીલ કરી શકે તેવા યાંત્રિક સાધનો વસાવવામાં આવશે. વધુમાં રક્ત તબદીલ કરવાની પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લેતી હોય છે. જેને ધ્યાને રાખીને થેલેસેમિયા વેલનેસ સેન્ટરમાં રમત ગમતના સાધનો પુસ્તકાલય તેમજ મનોરંજન માટે ટીવી સેટ મુકવાની પણ વ્યવસ્થા રિઝવાન આડતીયા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. થેલેસેમિયા આનુવંશિક બીમારી છે. જેને કારણે દર્દીઓને ચોક્કસ સમયાંતરે લોહી તબદીલ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. જેના માટે આ વેલનેસ સેન્ટર શરૂ થશે.
સરકારે આપી માહિતી: રિઝવાન આડતીયા ફાઉન્ડેશનના સીઈઓ સુજીત સરકારે વેલનેસ સેન્ટર સ્થાપવાને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ભારત વર્ષમાં બીટા થેલેસેમિયાના અંદાજિત ત્રણથી ચાર કરોડ વાહકો છે. દર વર્ષે આઠથી દસ હજાર દર્દીઓ બીટા થેલેસેમિયા સાથે જન્મી રહ્યા છે. જેમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓને વિશેષ પ્રમાણમાં તબીબી સવલતો મળી શકે તે માટેનું આયોજન રિઝવાન આડતીયા ગ્લોબલ ફાઉન્ડેશન અને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયું છે. થેલેસેમિયા વેલનેસ સેન્ટર થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને દર્દીઓને ખૂબ આશીર્વાદ સમાન બની રહેશે. તેમજ ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી તબીબી સવલતો કોઈ મુશ્કેલી વિના મળી રહે તે માટે ફાઉન્ડેશન અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલે એક સાથે આવીને આ વેલનેશ સેન્ટર શરૂ કર્યું છે. જે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે તેવો આશાવાદ સુજીત સરકારે વ્યક્ત કર્યો હતો.
સેવાને આવકારી: જુનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક નયનાબેન લકુમે વેલનેશ સેન્ટર શરૂ કરવાની પ્રક્રિયામાં રિઝવાન આડતીયા ફાઉન્ડેશન સહયોગ આપવાની જે તત્પરતા દર્શાવી છે. તેને આવકારતા જણાવ્યું હતું કે આ પ્રકારની નવી સેવા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં શરૂ થતા થેલેસેમિયા ગ્રસ્ત ખાસ કરીને બાળકો મહિલાઓ અને વૃદ્ધોને ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થશે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો ને લોહી મેળવવાને લઈને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રિઝવાન આડતીયા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા જે વેલનેસ સેન્ટર સ્થાપવા માટે સિવિલ હોસ્પિટલને યોગ્ય માધ્યમ ગણ્યું છે. તે બદલ તેઓ ફાઉન્ડેશનના આભારી પણ છે.