ETV Bharat / state

ફૂલકાજળીના ધાર્મિક તહેવારની જૂનાગઢમાં કુમારિકાઓ દ્વારા ઉજવણી - Religious festival of flowers

આજે કુમારીકાઓ દ્વારા ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ફૂલકાજળી વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વ્રત સૌ પ્રથમ વખત માતા પાર્વતી દ્વારા ભાવિ ભરથાર અને તેના સારા પરિવાર જીવન સંસારમાં મળે તેવા ઉદ્દેશ્ય સાથે ફૂલકાજળીનું વ્રત શરૂ કર્યું હતું. કુમારિકાઓ દ્વારા ઉપવાસ કરીને રાત્રિના સમયે જાગરણ પરિપૂર્ણ કર્યા બાદ આ વ્રત પૂર્ણ થતું હોય છે.

ફૂલકાજળીના ધાર્મિક તહેવારની જૂનાગઢમાં કુમારિકાઓ દ્વારા ઉજવણી

author img

By

Published : Aug 11, 2021, 3:33 PM IST

  • ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ફૂલકાજળી વ્રતની ઉજવણી
  • કુમારિકાઓ દ્વારા આજે શિવાલયોમાં વ્રતની ઉજવણી
  • ફૂલકાજળી વ્રત મા માતા પાર્વતીની સાથે શિવની પણ કરાઈ રહી છે પૂજા

જૂનાગઢ: આજે કુમારિકાઓ દ્વારા કરવામાં આવતું ફૂલકાજળીનું વ્રત ઉજવવામાં આવી રહ્યું છે. આ વ્રત સૌ પ્રથમ વખત માતા પાર્વતી દ્વારા ભાવિ ભરથાર અને તેના સારા પરિવાર જીવન સંસારમાં મળે તેવા ઉદ્દેશ્ય સાથે ફૂલકાજળીનું વ્રત શરૂ કર્યું હતું, ત્યાંથી સમગ્ર ભારત વર્ષમાં આ વ્રતની ઉજવણી કુમારિકાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આજે દિવસ દરમિયાન કુમારિકાઓ દ્વારા ઉપવાસ કરીને રાત્રિના સમયે જાગરણ પરિપૂર્ણ કર્યા બાદ આ વ્રત પૂર્ણ થતું હોય છે.

ફૂલકાજળીના ધાર્મિક તહેવારની જૂનાગઢમાં કુમારિકાઓ દ્વારા ઉજવણી

ફૂલકાજળીનું વ્રત

આજે ફૂલકાજળીનું વ્રત કુમારિકાઓ દ્વારા ઉજવવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ વખત આ વ્રત માતા પાર્વતી દ્વારા કરવામાં આવ્યું હોવાની ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. માતા પાર્વતી દ્વારા સંસાર જીવનમાં સારો ભાવિ ભરથાર મળે અને તેમનું સાંસારિક જીવન સુયોગ્ય અને સંસ્કારી પરિવારમાં પરિપૂર્ણ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ફૂલકાજળીના વ્રતની માતા પાર્વતી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ વખત વ્રત દરમિયાન માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથની લિંગનું પૂજન કરીને વ્રતની શરૂઆત કરાવી હતી ત્યારથી આ વ્રત ભારત વર્ષમાં ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: વડોદરામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી, બગીચાઓમાં કોરોના ગાઈડલાઈનના ઘજાગરા

ફૂલકાજળીના વ્રતમાં માતા પાર્વતીની પૂજા

મોળાવ્રત અને જયા પાર્વતીના વ્રતમાં દેવાધિદેવ મહાદેવની પૂજા થતી હોય છે પરંતુ ફૂલકાજળીના વ્રતમાં માતા પાર્વતીની પૂજા કુમારીકાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. હિન્દુ તહેવારમાં એકમાત્ર તહેવાર છે. જેમાં સર્વપ્રથમ વખત માતા પાર્વતીની પૂજા સાથે વ્રતની પૂર્ણાહૂતિ થતી હોય છે. માતા પાર્વતી પર વિવિધ નૈંવેદ્ય અને ફળાહારનો અભિષેક કરીને પ્રત્યેક કુમારી કન્યાઓ આ વ્રતની ઉજવણી કરતી હોય છે.

આ પણ વાંચો: આજથી ગૌરીવ્રત અને જયપાર્વતીના વ્રતનો પ્રારંભ

ફૂલકાજળી વ્રતને લઈને જૂનાગઢના પંડીતોનો અભિપ્રાય

ફૂલકાજળીના વ્રતને લઇને જૂનાગઢના શાસ્ત્રીઓ જણાવી રહ્યા છે કે, શ્રાવણ વદ ત્રીજ ના દિવસે આ વ્રત ઉજવવામાં આવતું હોય છે આ વ્રત ની ખાસિયત એ છે કે યુવતીઓ દ્વારા કરવામાં આવતા વ્રતમાં શિવની પૂજા થતી હોય છે, ત્યારે ફૂલકાજળી ના વ્રતમાં માતા પાર્વતીની પૂજા કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે તેને લઈને પણ આ બાબત ખૂબ વિશેષ અને અલભ્ય માનવામાં આવે છે. માતા પાર્વતી પર વિવિધ નૈવૈધ નો અભિષેક કરીને કુમારિકાઓ દ્વારા ફૂલકાજળી વ્રત ની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે પૂર્ણ કરતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.