- તમામ મુશ્કેલી અને વિપરીત સંજોગોમાં સિંહો વચ્ચે કામ કરી રહી છે વન વિભાગની મહિલા કર્મચારીઓ
- પરિવાર સાથે સંકલન સાધીને જંગલની મુશ્કેલ કહી શકાય તેવી નોકરી કરી રહે છે આ Sherni
- પુરુષ પ્રધાન નોકરીઓમાં મહિલાઓ આજે ખુમારીભેર પોતાની હાજરી નોંધાવી રહી છે
જૂનાગઢ : સમગ્ર વિશ્વમાં એક માત્ર ગીરના જંગલમાં જોવા મળતા સિંહોની વચ્ચે મહિલાઓ પણ હવે વન વિભાગમાં રહીને કપરી અને મુશ્કેલ કહી શકાય તેવી નોકરી કરતી જોવા મળી રહી છે. વન વિભાગની નોકરી પુરુષ પ્રધાન માનવામાં આવતી હતી. વન વિભાગમાં નોકરી કરવા માટે આજદિન સુધી મહિલાઓ ખૂબ જ નિરુત્સાહી જોવા મળતી હતી, પરંતુ ગત કેટલાક સમયથી વન વિભાગની કપરી અને મુશ્કેલ કહી શકાય તેવી નોકરીનો સ્વીકાર મહિલાઓ કરી રહી છે. સતત સિંહ અને જંગલની વચ્ચે વન વિભાગમાં ફરજ અદા કરતી મહિલાઓ સિંહણ ( sherni ) સમી બનીને વન વિભાગમાં આજે પણ હિંમત પૂર્વક અને ઈમાનદારીથી ફરજ બજાવતી જોવા મળી રહી છે. એક સમય હતો કે, ગીરના જંગલમાં મહિલા કર્મચારીઓની હાજરી નગણ્ય જોવા મળતી હતી સમય બદલાવાની સાથે હવે મહિલાઓ જંગલની શેરની ( sherni ) બનીને જંગલના રાજા સિંહને બચાવવા અને તેનું રક્ષણ થાય તેમજ સિંહ અને જંગલનો વિસ્તાર વધે તે માટે આજે બખૂબી ફરજ નિભાવી રહી છે.
ગીરના સિંહોની વચ્ચે રહીને કામ સફળતાપૂર્વક કરી રહી છે Real Sherni of Gujarat
વન વિભાગની કપરી અને મહિલાઓ માટે મુશ્કેલી જણાતી નોકરીમાં મહિલા કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના પરિવાર સાથે જવાબદારીનું સંકલન કરીને પોતાના પરિવાર પતિ બાળકોની સાથે જંગલના પશુ, પક્ષી, પ્રાણી અને વનસ્પતિનું પણ રક્ષણ કરતી મહિલાઓ પુરુષ સમોવડી બનીને ગીર વિસ્તારમાં કામ કરતી જોવા મળી રહી છે. એક સમય હતો કે, મહિલાઓ જંગલની નોકરી સ્વીકારવા તૈયાર થતી ન હતી, ત્યારે આજે વર્ષો બાદ આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. ગીરના જંગલોમાં કર્મચારીથી લઈને અધિકારી સુધીના પદો પર મહિલા ઓ કામ કરી રહી છે. ગીરના જંગલમાં ગાઈડ તરીકે પણ હવે મહિલાઓ સફળતાપૂર્વક પોતાની ફરજ અદા કરી રહી છે. ગીરનું જંગલ એશિયામાં એક માત્ર જોવા મળતા સિંહને લઇને સમગ્ર વિશ્વમાં જાણીતું છે, ત્યારે આજે સિંહોની વચ્ચે રહીને સિંહણ ( sherni ) સમી આ મહિલા કર્મચારીઓ વન વિભાગમાં ફરજ અદા કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ગીર તરફ ખેંચી રહી છે. એક સમયે વન વિભાગમાં પુરુષ કર્મચારી જ જોવા મળતા હતા હવે સમય બદલાયો છે અને જે કામ વર્ષો પહેલા પુરુષ કર્મચારીઓ અને અધિકારીઓ કરતા હતા એ કામ અને તેનાથી પણ સવાયુ કામ મહિલા કર્મચારીને અધિકારી આજે ગીરના સિંહોની વચ્ચે રહીને કામ સફળતાપૂર્વક કરી રહી છે.
વન વિભાગમાં સિંહોના રેસ્ક્યુ અને તેના બચાવની કામગીરી ખુબ જ કપરી અને મુશ્કેલ
વન વિભાગમાં સિંહોના રેસ્ક્યુ અને તેના બચાવની કામગીરી ખુબ જ કપરી અને મુશ્કેલ આજે પણ માનવામાં આવે છે. આવા મુશ્કેલ અને કપરા કામમાં પણ મહિલા કર્મચારી અને અધિકારીઓ હિંમતભેર પહેલ કરીને ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવા સિંહ દીપડાઓ અને અન્ય હિંક્ષક પ્રાણીઓના રેસ્ક્યુ માટે મહિલા કર્મચારીઓ સૌ પહેલા આગળ આવતી જોવા મળી રહી છે. જંગલમાં બીટ ગાર્ડથી નોકરીની શરૂઆત કરીને આજે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધી પહોંચેલી રસીલા વાઘેરના નામ પર 100 કરતાં વધુ રેસ્ક્યુ નોંધાયેલા છે. આ મહિલા કર્મચારીની જંગલમાં કામ કરવાની નિષ્ઠાને પ્રતિસ્પાદીત કરી આપે છે. બીજું એક નામ છે રોઝીના ચોટીયારા આ મહિલા બીટ ગાર્ડ સીદી સમાજમાંથી જંગલમાં નોકરી કરવા માટે આવેલી સર્વપ્રથમ મહિલા તરીકેનું બિરુદ આજે પણ મેળવી રહી છે. આવા અનેક કિસ્સાઓ ગીર જંગલમાં મહિલાઓના કામ કરવાથી લઈને તેમની ફરજનિષ્ઠાના જોવા મળે છે તેજ બતાવી આપે છે કે, ગીરમાં સતત સિંહોની વચ્ચે રહીને ગીરની આ મહિલા કર્મચારી અને અધિકારી સાચા અર્થમાં જંગલની સિંહણ ( sherni ) બનીને આજે સિંહની સાથે જંગલની સુરક્ષા પણ કરી રહી છે.
મહિલા કર્મચારીઓ પોતાના બાળકની માફક સિંહ અને દીપડાના બચ્ચાની સંભાળ રાખે છે
વન વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીઓની પરિવાર ભાવના પણ નોકરી કરતાની સાથે ઉજાગર થતી જોવા મળી રહી છે. જંગલમાં હજૂ પણ અનેક કિસ્સાઓ બની રહ્યા છે કે, સિંહ કે દીપડાનું બચ્ચું અકસ્માતે જંગલ વિસ્તારમાં એકલું પડી ગયું હોય અથવા તો સિંહણ કે દીપડીનું કોઈ કારણોસર મોત થયું હોય, આવા સમયે આ મહિલા કર્મચારીઓ પોતાના બાળકની માફક સિંહ અને દીપડાના બચ્ચાની દેખભાળ કરીને ફરી એક વખત જંગલમાં હરતું-ફરતું કરી આપે છે. માતાથી વિખૂટું પડેલું સિંહ અને દીપડીના બચ્ચાને માતાનો પ્રેમ પણ વન વિભાગની આ મહિલા કર્મચારીઓ આપી રહી છે. પોતાના પરિવારની સાથે જંગલના પશુ-પક્ષીને જાણે પોતાનો બીજો પરિવાર સમજીને આ મહિલા કર્મચારીઓ આજે સાચા અર્થમાં પોતે શક્તિનું રૂપ છે તે સાબિત કરી આપે છે.
આ પણ વાંચો -