ETV Bharat / state

RSS History : 98 વર્ષ પૂર્વે સ્થાપિત આરએસએસ આજે વટવૃક્ષ સમાન, સંગઠનના ઉદ્દેશ્ય અને કાર્યરીતિ છે અનોખા - આરએસએસ કાર્યકર્તાઓ

અમદાવાદમાં આરએસએસ વડા મોહન ભાગવત આજે 14 એપ્રિલે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ પર સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અહીં તેઓ 10,000થી વધુ આરએસએસ કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે. ત્યારે આરએસએસ સંગઠનના ઉદ્દેશ્ય અને કાર્યરીતિ વિશે થોડી વધુ જાણકારી લઇએ.

RSS History : 98 વર્ષ પૂર્વે સ્થાપિત આરએસએસ આજે વટવૃક્ષ સમાન, સંગઠનના ઉદ્દેશ્ય અને કાર્યરીતિ છે અનોખા

author img

By

Published : Apr 14, 2023, 5:15 PM IST

જૂનાગઢ : 1925ની 27મી સપ્ટેમ્બરના દિવસે નાગપુરમાં ડો કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની સ્થાપના કરી હતી. આ સ્થાપનાને આજે 98 વર્ષ બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દેશ અને દુનિયાના દેશોમાં 50થી 60 લાખ જેટલા સ્વયંસેવકો 56,859 જેટલી શાખાઓમાં રાષ્ટ્ર નિર્માણની સાથે રાષ્ટ્રભાવના અને માનસિક રીતે લોકો હિન્દુ રાષ્ટ્ર પ્રત્યે વિચારતા થાય તે માટે કામ કરી રહ્યા છે.

હિન્દુ રાષ્ટ્ર માટે થઈ આરએસએસની સ્થાપના : વર્ષ 1925ની 27મી સપ્ટેમ્બર અને વિજયાદશમીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ભારત દેશમાં રહેતા હિન્દુઓ એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં માનતા થાય તે માટે આરએસએસની સ્થાપના ડો કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં આરએસએસનું વડુંમથક ભારતના મહારાષ્ટ્રમાં નાગપુરમાં કાર્યરત જોવા મળે છે.

60 લાખ જેટલા કાર્યકરો : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાં જનજાગૃતિ લાવવાની સાથે સામાજિક સમરસતા અને હિન્દુ રાષ્ટ્રનું ઘડતર કઈ રીતે થઈ શકે તેને લઈને આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. આજે એક અંદાજ મુજબ સમગ્ર દેશ અને દુનિયામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 50 થી 60 લાખ જેટલા કાર્યકરો વિશ્વમાં ફેલાયેલી 56,859 શાખાઓમાં હિન્દુ રાષ્ટ્ર હિન્દુ વિચારધારા અને ભારત વર્ષ સશક્ત બને તે માટે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો Rashtriya Swayamsevak Sangh : સરકાર બનાવાની સ્થિતિમાં RSS કેટલું મજબૂત જૂઓ

બીજા વિશ્વયુદ્ધ બાદ આરએસએસનો વિચાર : આરએસએસની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ બાદ થઈ હોવાનું મનાઈ રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં જે રીતે સામાજિક સંસ્થાઓ શિસ્તબધ્ધ બનીને લોકોની સેવા કરતા જોવા મળ્યા હતાં, ત્યારથી ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવાનો વિચાર અમલમાં મુકાયો હતો. જે 1925 માં ડો કેશવ હેડગેવાર દ્વારા સ્થાપિત કરાયો સ્થાપના બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા હિન્દુ સમાજની રક્ષા અને હિન્દુ સમાજમાં એકતા થકી હિન્દુ રાષ્ટ્રના ઘડતરમાં ખૂબ જ પાયાની ભૂમિકા આરએસએસએ ભજવી છે

કાર્યકરો શિસ્તબદ્ધ સેવાભાવી : આરએસએસના કાર્યકરોમાં નીડરતા નિસ્વાર્થ ભાવના સમાજ સેવા અને શિસ્ત દ્વારા પ્રત્યેક હિંદુ સમાજના લોકોને રાષ્ટ્રીય સેવા માટે આજે પણ આકર્ષિત કરી રહ્યા છે. સ્થાપના કાળથી લઈને અત્યાર સુધી રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા અનેક આંદોલનો અને ચળવળોમાં ભાગ પણ લીધો છે. જેના પરિણામે આજે ભારતમાં હિન્દુવાદી સરકારનું સ્થાપન થયું છે. રામ જન્મભૂમિ, કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવી, દીવ અને ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ અપાવવી આવા મહત્વના આંદોલનમાં પહેલા દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જેમાં સફળતા પણ મળી છે.

આ પણ વાંચો Mohan Bhagwat in Ahmedabad: RSS વડા મોહન ભાગવત GMDC જંગી સભાને સંબોધિત કરશે

પાકિસ્તાન અને ચીનના યુદ્ધમાં પણ ભૂમિકા : 1962માં ચીન સાથે તેમજ 1965 અને 71માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ દરમ્યાન દેશની આંતરિક સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાનો ફાળો આપ્યો હતો. દેશમાં ધરતીકંપ પૂર દુષ્કાળ સુનામી જેવી કુદરતી આફતોના સમયમાં પણ અને પાછલા બે વર્ષથી સતત લોકોને પરેશાન કરી રહેલા કોરોના સંક્રમણ કાળમાં પણ અસરગ્રસ્ત લોકોની સેવા અને તેને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે આરએસએસના સ્વયંસેવકો રાહત કાર્યમાં હરહંમેશ જોવા મળતા હતાં.

હિન્દુ રાષ્ટ્રના ઘડતરમાં પાયાની ભૂમિકા
હિન્દુ રાષ્ટ્રના ઘડતરમાં પાયાની ભૂમિકા

સંઘની કાર્યપદ્ધતિ અને તેનું બંધારણ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત લાગતી જોવા મળે છે. અઠવાડિયામાં એક વાર સંઘની બેઠક આજે પણ મળે છે. જ્યાં કાર્યકર્તાઓ શારીરિક માનસિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને ભારતને સશક્ત રાષ્ટ્ર બનાવવા તરફ કામ કરી રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૂર્ય નમસ્કાર લાઠીદાવ અને કસરત પણ શીખવાડવાની ભૂમિકા ભજવી રહ્યું છે. સંઘની દરેક શાખાઓમાં રાષ્ટ્રભક્તિના ગીતોની સાથે દેશવિદેશની સમસ્યાઓ અને તેના નિરાકરણ પણ ચર્ચાઓ પણ થતી રહે છે.

સંઘના પોશાકમાં આવ્યો બદલાવ : 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે તેના માન્ય ગણવેશ તરીકે ખાખી ચડ્ડી અને સફેદ ખમીસને અપનાવવામાં આવ્યું હતું. જે લગભગ 96 વર્ષ સુધી સતત જોવા મળ્યું. આજે તેમાં થોડો બદલાવ જોવા મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર સફેદ શર્ટની સાથે દુધિયા કલરના પેન્ટમાં જોવા મળે છે.

આજીવન પ્રચારકની ખાસ ભૂમિકા : આ ઉપરાંત રાષ્ટ્રીય સંયમ સેવક સંઘનું ગીત નમસ્તે સદા વત્સલમ માતૃભૂમિનું પઠન સંઘની પ્રત્યેક બેઠકમાં 98 વર્ષથી કરવામાં આવે છે. સ્વયંસેવક સંઘની શાખામાં મુખ્ય કાર્યવાહક અને એક મુખ્ય શિક્ષક આજે પણ જોવા મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ અભ્યાસ અને શિક્ષણ બાદ પ્રત્યેક સક્રિય સ્વયંસેવકો કાર્યકર્તા તરીકે ઓળખાય છે. જે સંઘના કાર્ય માટે તેમનું આખા જીવનનો પૂર્ણ સમય સંસ્થા પાછળ આપે છે અને તેને પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે. જેનું કામ આરએસએસ દ્વારા કરવામાં આવેલા કાર્યોને દેશ અને વિવિધ રાજ્યોમાં લોકો સુધી પહોંચે તે માટેના પ્રચાર અને પ્રસારનું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.