આમ કમોસમી વરસાદથી ખેડુતોએ વાવેતર કરેલ ધાણા, ઘંઉ, ડુંગળી સહીતના પાકને ભારે નુકશાન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે. ખાસ કરીને જોઇએ તો, જુનાગઢ જિલ્લો સૌથી વધારે વરસાદથી પ્રભાવિત છે.
તેમજ લીલા દુષ્કાળ જેવી પરિસ્થીતિ છે અને ખેડુતોની મગફળી ફેઇલ થાય છે ત્યાં જ ફરીવાર પાછો કમોસમી વરસાદ થતાં ખેડુતોનો શિયાળુ પાક પણ બળી જવાની સંભાવના છે ત્યારે જગતનો તાત હાલતો ચિંતામાં જોવા મળી રહ્યો છે.