છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. પરંતુ જૂનાગઢ શહેરમાં માત્ર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે બાર વાગ્યા પાછી જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરમાં અનરાધાર વરસાદ તુટી પડયો હતો. બે કલાક સુધી પડેલા વરસાદને કારણે સમગ્ર જુનાગઢ શહેર પાણીથી તરબોડ થઈ ગયુ હતુ.
બીજીતરફ ગિરનારની તળેટીમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડવાને કારણે ગિરનાર પર્વત ઉપરથી પાણીના ધોધ શરૂ થયા છે. જેને કારણે સમગ્ર તળેટીમાં પણ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. છેલ્લા 48 કલાકથી જૂનાગઢ શહેરનું વાતાવરણ વાદળછાયું બની ગયું હતું. જેને કારણે ભારે ઉકળાટનો સામનો પણ શહેરીજનો કરી રહ્યાં હતા, ત્યારે આજે પડેલા ધોધમાર વરસાદને કારણે અસહ્ય ઉકળાટમાં થી જુનાગઢ વાસીઓને રાહત મળી છે.