જૂનાગઢ: છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે મોડી સાંજે અચાનક વાતવરણમાં પલ્ટો આવતા ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. જેના પગલે ખુશનુમા માહોલ સર્જાયો હતો. શહેરીજનોને પણ આકરી ગરમી તેમજ બફારામાંથી થોડા સમય પૂરતી રાહત મળી હતી. સમગ્ર શહેરના હવામાનમાં ઠંડકનો અહેસાસ થયો હતો.
જૂનાગઢમાં ધોધમાર વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી - nisarg cyclone
જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા મોડી સાંજે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. જેના પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને શહેરીજનોને આકરી ગરમી તેમજ બફારામાંથી થોડા સમય પૂરતી રાહત મળી હતી.
જૂનાગઢમાં ધોધમાર વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી