સંઘ પ્રદેશ દીવમાં ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. હાલમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાંથી યાત્રિકો દીવ તરફ વેકેશન માણવા અને મનાવવા માટે આવતા હોય છે. ત્યારે આવતા કેટલા ભોળા અને નિર્દોષ લોકોને ફસાવવા માટે કોલ ગર્લ અને કેટલાક યુવાનો સંગઠિત બનીને આવા યુગલોને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તોડ કરવાનો ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે.
પકડાયેલા જૂનાગઢના નીલેશ નામનો યુવક અને બે કોલ ગર્લને અમરેલી સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. દીવમાં હનીટ્રેપનો ચર્ચાસ્પદ કિસ્સો પ્રથમ વખત બહાર આવ્યો છે. જેમાં એક યુવક બે કોલ ગર્લનો ઉપયોગ કરીને અહીં આવતા યુગલોને ફસાવવાનો કારસો કર્યો હતો, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળતા હાલ કોલ ગર્લ અને એક યુવક અમરેલી જેલની હવા ખાઇ રહ્યા છે.