ETV Bharat / state

જૂનાગઢના ખાદી ઉદ્યોગ ભવન દ્વારા ગાંધી જયંતીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ - Preparations for the celebration of Gandhi Jayanti

જૂનાગઢ જિલ્લામાં ગાંધી જયંતીને લઇને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જયંતીના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખાદીના વસ્ત્રો અને ખાદીની ખરીદી થાય તેવા હેતુ માટે જૂનાગઢ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જૂનાગઢના ખાદી ઉદ્યોગ ભવન દ્વારા ગાંધી જયંતીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ

author img

By

Published : Oct 1, 2020, 8:43 AM IST

Updated : Oct 1, 2020, 8:54 AM IST

જૂનાગઢઃ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જયંતીના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખાદીના વસ્ત્રો અને ખાદીની ખરીદી થાય તેવા હેતુ માટે જૂનાગઢ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્વારા ગાંધી જયંતીના તહેવારને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

2 ઓક્ટોબરે સમગ્ર રાષ્ટ્રમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ગાંધી જયંતીના દિવસે ખાદીની વિશેષ ખરીદીની સાથે છૂટ આપવામાં આવતી હોય છે, ત્યારે જૂનાગઢમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં આ વર્ષે પણ ગાંધી જયંતીના દિવસે ખાદીના વસ્ત્રો અને ખાદીની ખરીદી તેમજ તેના પર વિશેષ વળતર આપવાની યોજના અમલમાં આવશે. જેની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જૂનાગઢના ખાદી ઉદ્યોગ ભવન દ્વારા ગાંધી જયંતીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ
ગત વર્ષે મોદી કુર્તાની સાથે અનેક વિધ નવી ખાદીની વેરાયટીઓ તૈયાર વસ્ત્ર અને ખાદીની ખરીદી પર 25 ટકા જેટલું માતબર વળતર આપવામાં આવ્યું હતું. જેને ગ્રાહકોએ પણ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો, ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ 2 ઓક્ટોબરથી 1 મહિના સુધી ખાદીની ખરીદી પર વિશેષ વળતર આપવાની યોજના અમલમાં આવી શકે છે. કોરોના સંક્રમણને કારણે લોકલ ફોર વોકલને મહત્વ આપવામાં આવશે, ત્યારે ખાદીની ચીજ વસ્તુઓ અને ખાસ કરીને ખાદીના કપડા કુર્તા અને આ વર્ષે બજારમાં આવેલા માસ્ક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને તેના માટેની તમામ આગવી તૈયારીઓ ખાદી ભંડાર જૂનાગઢ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

Last Updated : Oct 1, 2020, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.