કેશોદમાં ડે. એન્જીનિયરની ઓફિસમાં બિન જરૂરી વિજ પ્રવાહનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ઓફિસમાં કોઈ ન હોવા છતાં લાઈટ-પંખો સતત ચાલુ રાખવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વિજળીની ભારે હાલાકી પડી રહી છે, ત્યારે PGVCLની કચેરીમાં બિનજરૂરી વિજ વપરાશની છુટ હશે કે કેમ? તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.
વિજળની સમસ્યાને લઈને ગ્રામવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. PGVCLને વિજ બચાઓ ઝુંબેશનું નિયમન કરવાનું હોય છે, પરંતુ ખુદ PGVCLની ઓફિસમાં આ પ્રકારે વિજળીનો વ્યય થતો હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.