ETV Bharat / state

લીલી પરિક્રમાં કોરોનાના કારણે સ્થગિત થાય તેવી શક્યતાઓ, જાણો તેનું મહત્વ અને ઈતિહાસ - In the circumambulation of Garwa Garh Girnar

ગરવા ગઢ ગિરનારની આદિ-અનાદિ કાળથી કરવામાં આવતી પાવનકારી લીલી પરિક્રમા રદ થવાની શક્યતાઓ સેવાય રહી છે. ત્યારે પરિક્રમાને લઈને એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.

લીલી પરિક્રમાં કોરોનાના કારણે સ્થગિત રાખવામાં આવે તેવી શક્યતાઓ

author img

By

Published : Oct 21, 2020, 11:42 AM IST

  • કોરોના કાળમાં લીલી પરિક્રમાં પણ થઈ શકે છે રદ
  • લીલી પરિક્રમાં સૌપ્રથમ વખત કોણે કરી હતી શરૂ
  • પરિક્રમાને લઈને એક વિશેષ અહેવાલ

જૂનાગઢઃ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ વર્ષે ગરવા ગઢ ગિરનારની આદિ-અનાદિ કાળથી કરવામાં આવતી પાવનકારી લીલી પરિક્રમા રદ થવાની શક્યતાઓ આજના દિવસે સેવાય રહી છે, ત્યારે પરિક્રમાને લઈને એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કેટલા પ્રસંગોને ધ્યાને રાખીને ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી.

કોણે કરી પ્રથમ વખત ગીરનારની પાવનકારી લીલી પરિક્રમા

ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાં સૌપ્રથમ વખત જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાના પુરાવાઓ આજે પણ આપણા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે, ત્યારબાદ તેમની સાથે બલરામ સહ પરિવાર સાથે જોડાઈને ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાની માન્યતાને કારણે આજે પણ લીલી પરિક્રમાનું મહત્વ આદી અનાદીકાળ જેવું જ માનવામાં આવે છે. ગિરનાર પર્વતને દ્વારિકા શેત્રુંજય અને ચોટીલા સાથે જોડીને જોવામાં આવે છે એટલે તેનું ધાર્મિક મહત્વ પણ આપણા ધર્મગ્રંથોમાં વધુ આંકવામાં આવ્યું છે. આવા ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવીને 36 કિલોમીટરની પગપાળા યાત્રા કરીને પરિક્રમામા ભવોભવનું ભાથું બાંધતા જોવા મળે છે.

લીલી પરિક્રમાં કોરોનાના કારણે સ્થગિત રાખવામાં આવે તેવી શક્યતાઓ
શું છે લીલી પરિક્રમાનુ ધાર્મિક મહત્વભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી પરિક્રમા દરમિયાન કૃષ્ણ અને રુકમણીના વિવાહનો પ્રસંગ પણ પરિક્રમા દરમિયાન બન્યો હોવાનું માનવામાં આવે છે. બોરદેવીથી રામનાથની વચ્ચે જંગલોમાં આવેલા મથુરેશ્વર મહાદેવના મંદિરે કૃષ્ણ અને રુકમણીના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સમગ્ર પરિક્રમા દરમિયાન જીણાબાવાની મઢી માળવેલા બોરદેવી અને ભવનાથ એમ પાંચ પડાવ પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે. અહીં દરેક પરિક્રમાર્થીઓ રાતવાસો કરવાની ધાર્મિક પરંપરા છે, એમ કહેવામાં આવે છે કે પાંચ પાંડવો વિના પૂર્ણ કરવામાં આવેલી પરિક્રમા પુણ્યની દ્રષ્ટિએ અધૂરી માનવામાં આવે છે અગાઉ પણ રદ કરવામાં આવી હતી પરિક્રમાઆવી પાવનકારી લીલી પરિક્રમા જે જગત ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે કેટલાક કિસ્સાઓમાં રદ પણ કરવામાં આવી હોવાના પ્રસંગો બન્યા છે. મધ્યકાળમાં જૂનાગઢના કેટલાક શાસકો દ્વારા પરિક્રમાને બંધ રાખવા માટે ફરજ પાડવામાં આવતી હતી. તેવા સમયમાં લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષ 1882માં બગડુંના રાજા ભગત દ્વારા ફરીથી તેને શરૂ કરવામાં આવી હતી. કારતક સુદ અગિયારસના દિવસે 11 લોકો દ્વારા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવામાં આવી હતી, ત્યારથી દેવદિવાળીના દિવસે પરિક્રમાની શરૂઆત દર વર્ષે થતી હોય છે. એક મત મુજબ દિવાન અનંત જીએ વર્ષ 1864માં પરિક્રમા શરૂ કરાવી હોય એવું પણ માનવામાં આવે છે. પરંતુ આ સિવાય લીલી પરિક્રમાં વિશ્વ યુદ્ધના સમયે વૈશ્વિક રોગચાળાને લઈને પણ બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારે આ વર્ષે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં પણ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા બંધ રાખવામાં આવે તેવી શક્યતાઓને આજના દિવસે આપણે નકારી શકીએ તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.