જૂનાગઢઃ છેલ્લા ઘણા સમયથી પોરબંદર-સોમનાથ ફોર-ટ્રેકનું કામ શરૂ કરાવામાં આવ્યું છે, ત્યારે આ ફોર-ટ્રેક માંગરોળ બાયપાસ પરથી પસાર થાય છે અને બાયપાસની નજીકમાં જ એક મામાદેવનું મંદિર તેમજ સાંઇબાબાનું મંદિર આવેલું છે, જયારે બાયપાસથી આગળ એક KM દૂર દરગાહ પણ આવેલી છે.
પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવેને ફોર-ટ્રેક બનાવતા મામાદેવ મંદિર તેમજ દરગાહ રોડ વચ્ચે આવતી હોવાથી તંત્ર દ્વારા આ મંદિર તેમજ દરગાહ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ કારણે શ્રદ્ધાળુંઓએ આ બાબતે હોબાળો મચાવ્યો હતો.
મામલતદાર અને અન્ય રોડ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ પણ લોકો એકના બે થયા ન હતા. જે કારણે હાલ રોડનું કામ મોકૂફ રખાયું છે.