ETV Bharat / state

જૂનાગઢ મનપાની બેદરકારી, જનતાને પીવાના પાણીના નામે અપાઈ રહ્યુ છે "પ્રદુષિત પાણી" - filter plant

જૂનાગઢઃ શહેરની પાંચ લાખ કરતા વધુની જનતાના આરોગ્ય પર જોવા ખતરો મળી શકે છે. મનપાના શાસકો દ્વારા લોકોની પાયાની જરૂરિયાત સમી પીવાના પાણીની જરૂરિયાત સામે બેદરકારી કરવામાં આવી રહી છે. પાદરીયા નજીક બનાવવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ નિર્માણના ત્રણ વર્ષ થઇ ગયા હોવા છતાં તે શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 2, 2019, 6:46 PM IST

જૂનાગઢ શહેરમાં દૂષિત અને પ્રદુષિત પાણી વિતરણ થતું હોવાને કારણે આગામી દિવસોમાં જૂનાગઢની જનતા કોઈ પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવી જાય તેવી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

જૂનાગઢ મનપાની બેદરકારી

સમગ્ર દેશ અને રાજ્યમાં સરકાર દ્વારા લોકોની સુખાકારી અને લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે સરકારો જાગૃત અને કાર્યરત છે તેવી વાતો છડે ચોક કરવામાં આવી રહી છે. પરંતુ, જૂનાગઢમાં આ વાતો જાણે કે એક સ્વપ્ન હોય તેવું લાગી રહ્યું છે શહેરના પાદરીયા ગામ નજીક જુનાગઢ મનપા દ્વારા બનાવવામાં આવેલો પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટના મઆજે લોકાર્પણ ને ત્રણ વર્ષ વીતવા છતાં હજુ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. ફિલ્ટર પ્લાન્ટની હાલત જોતા એવું ચોક્કસ કહી શકાય કે, આ પાણી કોઈ પણ પશુ પક્ષી કે ઝાડને આપવામાં આવે તો તે તમામને નુકસાન કરી શકે છે. આ અંગે સમગ્ર મામલાને લઇને જૂનાગઢ મનપાના પદાધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા પદાધિકારીઓએ ચૂંટણીની આચાર સંહિતા ચાલી રહી છે તેને લઈને આ ફિલ્ટર પ્લાન્ટ બંધ થવાનું કારણ અને ક્યારે શરૂ થશે તે અંગે કંઈ પણ બોલી શકાય નહીં આવો રામબાણ સમો જવાબ આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે ફિલ્ટર પ્લાન્ટનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્ટર પ્લાન્ટ ટૂંક જ સમયમાં જુનાગઢના શહેરીજનોને સુવિધા પૂરી પાડશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. પરંતુ પ્રધાને કરેલા દાવા મુજબ હવા મહેલ બનવાની જગ્યાએ હવે આ ફિલ્ટર પ્લાન્ટ ખંડેર મહેલ બની ગયો છે તેવું દેખાય રહ્યું છે.

મનપાના શાસકો લોકોની સુખાકારીને નેવે મૂકીને માત્ર સ્વ પ્રચારમાં અને બચાવમાં મનપાનું શાસન કરતા હોય તેવો ઘાટ જૂનાગઢ મનપામાં જોવા મળી રહ્યો છે.

Intro:જૂનાગઢ મનપાના પાપે જૂનાગઢ શહેરની પાંચ લાખ કરતા વધુની જનસંખ્યા પી રહી છે પ્રદુષિત અને દૂષિત પાણી

Body:જૂનાગઢ શહેરની પાંચ લાખ કરતા વધુની જનતાના આરોગ્ય પર જોવા મળી શકે છે ખતરો મનપાના શાસકો દ્વારા લોકોની પાયાની જરૂરિયાત છે સમી પીવાના પાણીની જરૂરિયાત સામે દુર્લક્ષ સેવતા પાદરીયા નજીક બનાવવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ આજે નિર્માણ ના ત્રણ વર્ષ થયા છતાં હજુ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જૂનાગઢ શહેરમાં દૂષિત અને પ્રદુષિત પાણી વિતરણ થતું હોવાને કારણે આગામી દિવસોમાં જૂનાગઢની જનતા કોઈ પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવી જાય તેવી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

સમગ્ર દેશ અને રાજ્યમાં સરકાર દ્વારા લોકોની સુખાકારી અને લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે સરકારો જાગૃત અને કાર્યરત છે તેવી વાતો છેડ ચોક કરવામાં આવી રહી છે પરંતુ જૂનાગઢમાં આ વાતો જાણે કે દુસ્વપ્ન હોય તેવું લાગી રહ્યું છે શહેરના પાદરીયા ગામ નજીક જુનાગઢ મનપા દ્વારા બનાવવામાં આવેલો પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ આજે લોકાર્પણ ને ત્રણ વર્ષ વીતવા છતાં હજુ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ફિલ્ટર પ્લાન્ટ ની હાલત જોતા એવું ચોક્કસ કહી શકાય કે આ પાણી કોઈ પણ પશુ પક્ષી કે ઝાડને આપવામાં આવે તો આ પાણી તમામ ને નુકસાન કરી શકે છે સમગ્ર મામલાને લઇને જૂનાગઢ મનપાના પદાધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા પદાધિકારીઓએ ચૂંટણીની આચાર સંહિતા ચાલી રહી છે તેને લઈને આ ફિલ્ટર પ્લાન્ટ બંધ થવાનું કારણ અને ક્યારે શરૂ થશે તે અંગે કંઈ પણ બોલી શકાય નહીં આવો રામબાણ સમો જવાબ આપીને જાણેકે તેની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો

જૂનાગઢના શહેરીજનોએ પરસેવાની કમાણી કરીને મનપાની તિજોરી છલકાવી દીધી હતી છલકતી તીજોરી જોઈને મનપાના પદાધિકારીઓએ અંદાજિત ત્રણ કરોડ કરતાં વધુના ખર્ચની કિંમતે પાદરિયા નજીક આ ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો હતો જે તે સમયે રાજ્ય સરકારના એક પ્રધાને આ ફિલ્ટર પ્લાન્ટનુ ખાત મુહર્ત કરી અને તાબડતોબ તેનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યુ હતુ અને એ જ પ્રધાને આ ફિલ્ટર પ્લાન્ટનુ લોકાર્પણ કરી દીધુ જ્યારે ફિલ્ટર પ્લાન્ટ નો ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ ફિલ્ટર પ્લાન્ટ ટૂંક જ સમયમાં જુનાગઢના શહેરીજનોને સુવિધા પૂરી પાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો મંત્રીશ્રીનો આશાવાદ જાણે કે અક્ષરો અક્ષર સાચો ઠર્યો હોય તેમ 12 થી 15 મહિનાના ટૂંકા ગાળામાં આ ફિલ્ટર પ્લાન્ટ બનીને તૈયાર થયો ફરી આજ પ્રઘાન ફિલ્ટર પ્લાન્ટ નો લોકાર્પણ કરવા જુનાગઢ આવા ત્યારે મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી 15 થી 20 દિવસમાં આ ફિલ્ટર પ્લાન્ટ શરૂ થઈ જશે અને જૂનાગઢની જનતાને શુદ્ધ ચોખ્ખું અને ક્લોરીનેશન કરેલું પીવાનું પાણી ઘર સુધી પહોંચશે તેવો દાવો કર્યો હતો પરંતુ મંત્રીશ્રીનો આ દાવો આજે ત્રણ વર્ષ બાદ પણ હવામા જોવા મળી રહ્યો છે મંત્રીશ્રીનો દાવો માત્ર હવામાં જ નહીં પરંતુ જૂનાગઢની જનતાના પરસેવાની કમાણી એ અંદાજે ત્રણ કરોડ કરતાં વધારે ના ખર્ચે બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ આજે ખંડેર બની ગયો છે મંત્રીશ્રીના દાવા મુજબ અહીંથી પીવાનુ ચોખ્ખું પાણી વહેતુ હોવુ જોઈએ પરંતુ પ્રધાને કરેલા દાવા મુજબ હવા મહેલ બનવાની જગ્યાએ હવે આ ફિલ્ટર પ્લાન્ટ ખંડેર મહેલ બની ગયો છે

હવે જ્યારે બે માસ કરતાં પણ ટૂંકા ગાળામાં જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સત્તાને પ્રેમ કરતાં સત્તાલાલચુ નેતાઓ જૂનાગઢ શહેરને વર્ષોથી બાનમાં લઈને ફરી રહેલા ગણ્યા ગાંઠ્યા કોર્પોરેટરો ફરી પાછા પ્રજાની વચ્ચે જઈને આજ ફિલ્ટર પ્લાન્ટ ના નામે મત માંગતા જોવા મળશે ખંડેર બની ગયેલા આ ફિલ્ટર પ્લાન્ટને નવા કપડાં પહેરાવીને જાણે કે દિવાળીમાં કોઈ વડીલો કે ભગવાનને પગે લાગતા હોય તેવો હાઉ ઉભો કરીને જુઠ્ઠાણું ફેલાવતા જૂનાગઢના પદાધિકારીઓ ફરી એક વખત પોતાનું રાજકારણ રમી ને જૂનાગઢની જનતાને આ જ ફિલ્ટર પ્લાન્ટ ના નામે રાજકારણ કરીને ગલી-ગલીમાં ફરતા જોવા મળશે

બાઈટ 03 ભીખાભાઈ જોષી ધારાસભ્ય જુનાગઢ

બાઈટ 01 અનીલ ઉદાણી પુર્વ કોર્પોરેટર ભાજપ જુનાગઢ

બાઈટ 02 જયદીપ ઓડેદરા, સામાજીક કાર્યકર. જુનાગઢ

Conclusion:મનપાના શાસકો લોકોની સુખાકારી ને કોરાણે મૂકીને માત્ર સ્વ પ્રચારમાં અને બચાવમાં મનપાનું શાસન કરતા હોય તેવો ઘાટ જૂનાગઢ મનપામાં જોવા મળી રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.