ETV Bharat / state

સાવજને હંકાર્યો! ફોરેસ્ટ ગાર્ડે રેલ્વે ટ્રેક પરથી ગાયની જેમ સિંહને ભગાડતો વીડિયો વાયરલ - VIDEO OF A FOREST GUARD

ભાવનગર રેલ્વે ડિવિઝન નીચે લીલીયા સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઓળંગતા સિંહને એક ફોરેસ્ટ કર્મચારી કાંઇ પણ ડર વગર હંકારી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો.

ફોરેસ્ટ ગાર્ડે રેલ્વે ટ્રેક પરથી ગાયની જેમ સિંહને ભગાડતો વીડિયો વાયરલ
ફોરેસ્ટ ગાર્ડે રેલ્વે ટ્રેક પરથી ગાયની જેમ સિંહને ભગાડતો વીડિયો વાયરલ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2025, 12:55 PM IST

ભાવનગર: ભાવનગર રેલવે ડિવિઝન નીચે આવતા વિસ્તારોમાં સિંહોનો વસવાટ છે. ત્યારે રેલ્વે ટ્રેક ઓળંગતા સિંહના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, રેલવે તંત્ર દ્વારા કેટલાક બનાવોને લઈને પુષ્ટિ પણ કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં સિંહને ગાયની જેમ હાંકતો બીટગાર્ડનો વિડિયો અને રાત્રે ટ્રેક ઓળખતો વિડિયોની રેલવે વિભાગે પુષ્ટિ કરી છે. ત્યારે સિંહને ગાયની જેમ હંકારતા ફોરેસ્ટ ગાર્ડને જોઇને તમે પણ કહેશો કે, 'મરદનું ફાડિયું'.

લીલીયા સ્ટેશન પાસેનો સિંહને હંકારતો વીડિયો: ભાવનગર રેલવે ડિવિઝન નીચે આવતા દામનગર નજીકના લીલીયા સ્ટેશનના ગેટ નજીક સિંહને એક શખ્સ હાકી રહ્યો છે. જો કે, ગાયની જેમ સિંહને લાકડીની સોટી લઈને હાંકતો શખ્સ ફોરેસ્ટ વિભાગમાં બીટગાર્ડનો કર્મચારી છે. આ બનાવને લઈને રેલવેના PRO શંભુજીએ ETV BHARATને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, દામનગર લીલીયા સ્ટેશન નજીક ગેટ પાસે બપોરે 3:00 કલાકે LC 31 દામનગર ગેટ પાસે ટ્રેક સિંહ ઓળંગી રહ્યો હતો. ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ તેને હંકારીને ટ્રેક ઉપરથી ખસેડ્યો હતો. આ વિડીયો 6 જાન્યુઆરીનો હોવાનો જાણવા મળી રહ્યું છે.

ફોરેસ્ટ ગાર્ડે રેલ્વે ટ્રેક પરથી ગાયની જેમ સિંહને ભગાડતો વીડિયો વાયરલ (Etv Bharat Gujarat)

શું કહ્યું રેલ્વેના ગેટમેને: દામનગરના લીલીયા સ્ટેશન ગેટ નજીકના વીડિયોને પગલે ETV BHARATએ ગેટ LC 31ના ગેટમેન જશવંત સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, હું રેલ્વે વિભાગમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરુ છું. સિંહના અવાજ સંભળાતા હતા. પરંતુ સિંહ ક્યારેય જોવા મળતા નહોતા. જો કે, વન વિભાગના કર્મચારીઓ આવીને પણ પૂંછતા બતા. પરંતુ ગત 6 જાન્યુઆરીના રોજ બપોરના 3:00 વાગે વન વિભાગના કર્મચારીએ આવીને પૂંછ્યું કે, અહીં સિંહ છે. તો મેં કર્મચારીને કહ્યું કે, સિંહને ટ્રેક પરથી ખસેડો જેથી કર્મચારીએ એ સિંહને ખસેડ્યો હતો. રાત્રિ દરમિયાન સિંહના અવાજો તો સંભળાય છે. પરંતુ મેં માત્ર એક જ સિંહ જોયો છે.

રાત્રિના સમયે સિંહનો ટ્રેક ઓળંગતો વીડિયો: ભાવનગર રેલવે ડિવિઝન નીચે આવતા દામનગરના લીલીયા રેલ્વે સ્ટેશન ગેટ નજીક સિંહનો રાત્રિ સમયે ટ્રેક ઓળંગતો વીડિયો વાયરલ થયો છે. આ અંગે રેલ્વેના PRO શંભુજીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું કે, પીપાવાવ પોર્ટ અને લીલીયા મોટા સ્ટેશન વચ્ચે સિંહ ટ્રેક ઓળંગતા હતા. જ્યાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ પર હાજર હોય તો કર્મચારીએ લાલ લાઇટ બતાવીને આવી રહેલી ટ્રેનને થોભાવી હતી. જો કે, ટ્રેનના જ ચાલક દ્વારા ઇમર્જન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી હતી. જ્યાં વન વિભાગના કર્મચારીઓએ સિંહોએ ટ્રેકને ઓળંગી ગયા બાદ ટ્રેનને રવાના કરી હતી. આ ઘટનાનો પણ વિડિયો સામે આવ્યો છે.

હાડ થીજવતી ઠંડીમાં સિંહનું રક્ષણ: સૌરાષ્ટ્રમાં હાલમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ ખડે પગે રહે છે. ત્યારે બીજી તરફ રેલવે તંત્ર પણ સતર્કતા દાખવી રહ્યું છે. સામે આવેલા બંને વીડિયોમાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રેક ઉપરથી સિંહોને ખસેડવાની કામગીરી કરી હોવાનું ફળીભૂત થયું છે. રેલવેના PRO દ્વારા બંને ઘટનામાં વન વિભાગના કર્મચારીઓએ ટ્રેકો પરથી સિંહને ખસેડ્યા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. 'આલે લે' યાર્ડમાં ડુંગળી લાવવા યાર્ડને નહિ પૂછવાનું?: ઊંચા ભાવ વાળા ખેડૂતના નામ જાહેર કર્યા જાણો બધું
  2. વિસરાતી વાનગીઓનો 'રસથાળ', ભાવનગરની મહિલા ડાયટેશિયને ભૂલાતી 125 વાનગીના પુસ્તકનું કર્યુ વિમોચન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.