ETV Bharat / state

માંગરોળના બોરસરા GIDCમાં નજીવી બાબતે મારામારી, ઘટના CCTVમાં કેદ - પાલોદ પોલીસ

માંગરોળના બોરસરા GIDCમાં મારામારી ઘટના સામે આવી છે. પૈસાની લેતીદેતી મામલે કંપનીના માસ્તરે 2 શખ્સોને માર મારી લોહીલુહાળ કરી દીધા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ થઈ હતી. આ ઘટનાની પાલોદ પોલીસને જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળના બોરસરા GIDCમાં નજીવી બાબતે મારામારી, ઘટના CCTVમાં કેદ

author img

By

Published : May 13, 2021, 8:24 PM IST

Updated : May 13, 2021, 10:39 PM IST

  • કંપનીના માસ્તરે 2 શખ્સોને જાહેર રસ્તા પર લાકડીના ઘા ઝીક્યા
  • ગંભીર ઇજા પહોંચતા બન્ને શખ્સોને હોસ્પિતલમાં ખસેડાયા
  • મારામારીની સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

સુરતઃ માંગરોળના બોરસરા GIDCની એક કંપનીના માસ્તરે રૂપિયાની લેતી દેતી મામલે 2 લોકોને લાકડીના સપાટા મારીને લોહી લુહાણ કરી નાખ્યા હતા. આ મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની પાલોદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બાદ, 108 એમ્બ્યુલન્સને બોલાવીને ઇજા પામેલા બન્ને વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

માંગરોળના બોરસરા GIDCમાં નજીવી બાબતે મારામારી, ઘટના CCTVમાં કેદ

પોલીસે ગણતરીની કલાકમાં જ કંપની માસ્ટરને દબોચી લીધો

ધોળા દહાડે અને જાહેર રસ્તા પર જીવલેણ મારામારીની ઘટનાને અંજામ આપનાર કંપની માસ્ટર બન્ને લોકોને લોહીલુહાણ કરી ભાગી ગયો હતો. પોલીસે બન્ને યુવકોને હોસ્પિટલ ખસેડી તાત્કાલિક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે, ગણતરીના સમયમાં જ આરોપીને બોરસરા GIDCમાંથી જ દબોચી લીધો હતો.

આ પણ વાંચો: જૂનાગઢ પોલીસે બાઈક ચોરી કરતાં યુવકની કરી ધરપકડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાંથી કરતો હતો ચોરી

Last Updated : May 13, 2021, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.