જૂનાગઢ/સોમનાથ: તારીખ 17 મી એપ્રિલથી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. બાદલપરા ગામે આ આખા કાર્યક્રમાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. @STSangamam નામાના એકાઉન્ટ પરથી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં બાદલપરા ગામની મહેમાનગતી જોવા મળે છે, જેને લઈ પીએમ મોદીએ હ્રદયસ્પર્શી દ્રશ્યો, બાદલપરાના લોકોને અભિનંદન જેવા શબ્દો થકી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
-
Heartening to see. Compliments to the people of Badalpara. https://t.co/X1amXVBckG
— Narendra Modi (@narendramodi) April 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Heartening to see. Compliments to the people of Badalpara. https://t.co/X1amXVBckG
— Narendra Modi (@narendramodi) April 25, 2023Heartening to see. Compliments to the people of Badalpara. https://t.co/X1amXVBckG
— Narendra Modi (@narendramodi) April 25, 2023
અતિથિ દેવો ભવ:ની આપણી સંસ્કૃતિ દર્શાવે: @STSangamam નામાના એકાઉન્ટ પરથી એક વીડિયો સાથે એક ખાસ કેપ્શન પણ લખવામાં આવ્યુ છે, જે મુજબ "આ બહુ ખાસ છે. બાદલપરા ગામ, સોમનાથએ અમારા #STSangamam મહેમાનોનું એક પરિવારની જેમ સ્વાગત કર્યું. આખું ગામ ભેગું થયું અને મહેમાનો માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરી, એટલું જ નહીં પરંતુ તેઓએ તમિલ મહેમાનોને અપાર પ્રેમથી ભોજન પણ પીરસ્યુ. આ જીવનભરની યાદ છે, આ અતિથિ દેવો ભવ:ની આપણી સંસ્કૃતિ દર્શાવે છે."
11 મી સદીથી થયું છે સ્થળાંતર: સોમનાથ પર મહંમદ ગઝનીના આક્રમણ બાદ 11મી સદીથી સૌરાષ્ટ્ર અને દ્વારકા માંથી મુખ્યત્વે શિલ્ક કપડાનું વણાટ કામ કરતા લોકોનું સ્થળાંતર થયું હતું. જે પહેલા મહારાષ્ટ્રના દેવગીરી વિસ્તારમાં સ્થળાંતરિત થયા હતા ત્યારબાદ યાદવ કુળના શાસનના અંત પછી દેવગીરીથી તેઓ કર્ણાટકના વિજયનગરમાં સ્થાયી થયા. 14 મી સદીમાં શિવાજીના મરાઠા શાસન દરમિયાન મૂળ સૌરાષ્ટ્રના વણકરો તંજવુર અને મદુરાઈ જિલ્લામાં સ્થાયી થયા હતા. આજના દિવસે આ બે જિલ્લામાં મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા સો વર્ષ કરતા પણ વધુ સમયથી રહેતા લોકોની સંખ્યા 20 લાખની આસપાસ થવા જાય છે. આ લોકો આજે પણ રેશમના કપડા બનાવવાનું કામ કરી રહ્યા છે.
PM Modi Kerala Tour: PM મોદી યુવા કાર્યક્રમમાં સામેલ થવાની સાથે ખ્રિસ્તી ધર્મગુરુઓને પણ મળશે
રાજકીય ક્ષેત્ર પર મૂળ સૌરાષ્ટ્રના તમિલનું યોગદાન: તમિલનાડુનું રાજકારણ પણ મૂળ સૌરાષ્ટ્રના લોકો પર નિર્ભર હતુ. વર્ષ 1921માં મૂળ સૌરાષ્ટ્રના તુલસીરામ મદુરાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન બન્યા બાદ તેમણે મધ્યાન ભોજન યોજના શરૂ કરી હતી. આ મધ્યાન ભોજન યોજના સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા પણ સર્વ શ્રેષ્ઠ યોજના રૂપે સ્વીકાર કરાયો છે બીજા શુબ્બા રામન તેઓ પણ સૌરાષ્ટ્રના હતા તેઓએ મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલા નમક સત્યાગ્રહમાં મદુરાઈમાં તેમની 100 એકર જમીન દાનમાં આપી હતી. સૌરાષ્ટ્રના ઈરાધે જેમણે ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનિત્ર કડઘમ પક્ષની સ્થાપના કરી ઈરાધે પણ મૂળ સૌરાષ્ટ્રનું મૂળ અને કુળ ધરાવતા હતા.
American missile: ભારત નેવી માટે રશિયન અને અમેરિકન મિસાઈલ સિસ્ટમ ખરીદશે
તમિલનાડુના ધાર્મિક સંગીતમાં સૌરાષ્ટ્રની પક્કડ: તમિલનાડુના ધાર્મિક સંગીતમાં મૃગનને ખૂબ મહત્વનું માનવામાં આવે છે. મૃગન વાદન સાથે સંકળાયેલા ટીએમ સુંદરરાજન મૂળ સૌરાષ્ટ્રનું મૂળ અને કુળ ધરાવે છે. ટી.એમ સુંદરરાજન દ્વારા 200 કરતાં વધુ મૃગન ગાયન ની ગાથાઓ રજૂ કરવામાં આવી હતી જેનો ચાહક વર્ગ આજે પણ કરોડો લોકો સમગ્ર વિશ્વમાં મૃગન રૂપે ટી.એમ સુંદરરાજનને યાદ કરી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના તમીલો દ્વારા 1893માં મદુરાઈ સૌરાષ્ટ્ર સભાનો સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ પરંપરા અને પ્રથાને શરૂ રાખવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે પણ મૂળ સૌરાષ્ટ્રના શબ્દનો ઉલ્લેખ કરાવવામાં આવે છે.