જૂનાગઢ મનપાની ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસની સાથે એનસીપીના તમામ ઉમેદવારોએ તેમનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરોને પસંદ નહીં કરવામાં આવતા ભુપત શેઠિયા, અદ્રેમાન પંજા, વિજય વોરા, જેતુનબેન સહિતના કોર્પોરેટરોએ એનસીપીમાંથી ઉમેદવારી પત્રક ભર્યું હતું.
ભાજપ અને કોંગ્રેસમાં જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને ભારે વિખવાદ બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી ભાજપના જાહેર કરવામાં આવેલા 2 ઉમેદવારોએ તેમના ફોર્મ હજી સુધી ભર્યા નથી.
જ્યારે કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર અદ્રેમાન પંજા, વિજય વોરા, જેતુનબેન સહીત કેટલાય કાર્યકરો શનિવારે એનસીપીમા જોડાયા હતા અને એનસીપીના ઉમેદવાર પણ બન્યા હતા. જયારે ભાજપના કોર્પોરેટર ભુપત શેઠિયા પણ એનસીપીમાં જોડાયા હતા અને તેમની પત્નીને ટિકિટ અપાવવામાં સફળ રહયા હતા. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો એનસીપીમાં જોડાઈને ઉમેદવાર બન્યા હતા.