ETV Bharat / state

મગફળી કૌભાંડ: નીતિન પટેલે આપેલી પ્રતિક્રિયા પર કોંગ્રેસનો વળતો જવાબ - Junagadh

જૂનાગઢઃ ગાંધીધામમાંથી બહાર આવેલા મગફળી કૌભાંડને લઈને નીતિન પટેલે કોંગ્રેસ પર કરેલા આક્ષેપનો પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષે જવાબ આપ્યો છે. કોંગ્રેસ ગુજરાતમાં લોકોને પડી રહેલી મુશ્કેલીના મુદ્દા ઉઠાવીને વિપક્ષનું કામ કરી રહી છે. પરંતુ રાજ્ય સરકાર મગફળી કાંડના આરોપીઓને બચાવવાનું કામ કરી રહી છે તેને લઈને કટાક્ષ કર્યો હતો.

નીતિન પટેલની મગફળી કૌભાંડ પરની પ્રતિક્રિયા પર મળ્યો વળતો જવાબ
author img

By

Published : Jun 24, 2019, 12:02 PM IST

છેલ્લા બે દિવસથી કચ્છના ગાંધીધામમાં બહાર આવેલા મગફળી કૌભાંડને લઈને હવે સરકાર અને વિપક્ષ સામસામે આવી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે કોંગ્રેસ પર સમગ્ર મામલાને લઈને રાજકારણ કરવાનો અને કોંગ્રેસમાં જે રાજકીય પરિસ્થિતિ પ્રવાહી થઈ રહી છે તેના પરથી ધ્યાન હટાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર પર મગફળી કૌભાંડમાં સરકારનો હાથ છે તેવા બિનપાયાદાર આક્ષેપો કરીને કોંગ્રેસ તેની હતાશા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, તેવું નિવેદન નીતિન પટેલે આપ્યું હતું.

નીતિન પટેલની મગફળી કૌભાંડ પરની પ્રતિક્રિયા પર મળ્યો વળતો જવાબ
જેના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ પર વળતો પ્રહાર કર્યો હતો. પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજ્ય અને દેશમાં વિરોધ પક્ષના સ્થાન પર છે. ત્યારે પ્રજાને પડતી મુશ્કેલીઓ, અગવડતાઓ અને પ્રજાના પૈસાનો ગેરવલ્લે ઉપયોગ થઈ રહ્યો છે, તેવા મુદ્દાઓને ઉજાગર કરવાનું કામ લોકશાહીમાં વિરોધ પક્ષનુ હોય છે. કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ જવાબદારી સમજીને પ્રજાના અને ખેડૂતોના મુદ્દા ઉઠાવીને સરકાર સમક્ષ રાખી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ન્યાયી અને યોગ્ય રીતે એક પણ મામલાની તપાસ કરવામાં આવી નથી.જેને લઇને સરકાર પોતાની ફરજ ચૂકી રહી છે.

પાલ આંબલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓને ભાજપ રાજકીય આશ્રય આપી રહી છે. જેને કારણે આજ દિન સુધી એક પણ આરોપીઓને પકડી પાડીને સજા થઈ હોય તેવું બહાર આવ્યું નથી. માટે કોંગ્રેસ રાજ્યમાં વિરોધ પક્ષમાં છે અને લોકોને તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીઓના મુદ્દા ઉઠાવીને એક સબળ વિવિધ પક્ષ તરીકેની કામગીરી રાજ્યમાં કરી રહી છે. પરંતુ ભાજપ શાસિત રાજ્ય સરકાર ખેડૂતોથી લઈને એક પણ મુદ્દા પર સફળ કે ખરી ઉતરી નથી. માટે રાજ્ય સરકાર નિષ્પક્ષ અને ન્યાયી ધોરણે કામ કરી આવા કૌભાંડીઓને સજા મળે તેવા પગલાં ઉઠાવીને વાસ્તવમાં એક સરકાર તરીકેની તેમની આબરૂ ગુજરાતમાં પ્રસ્થાપિત કરે તેવી માંગ કરી હતી.

Intro:નાયબ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા પર કોંગ્રેસે આપ્યો જવાબBody:ગાંધીધામમાંથી બહાર આવેલા મગફળી કૌભાંડને લઈને નીતિનભાઈ પટેલે કોંગ્રેસ પર કરેલા આક્ષેપનો પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ એ આપ્યો જવાબ કોંગ્રેસ ગુજરાતમાં લોકોને પડી રહેલી મુશ્કેલી ના મુદ્દા ઉઠાવીને વિપક્ષનું કામ કરી રહી છે પરંતુ રાજ્ય સરકાર મગફળી કાંડના આરોપીઓને બચાવવાનું કામ કરી રહી છે તેને લઈને કટાક્ષ કર્યો હતો

છેલ્લા બે દિવસથી કચ્છના ગાંધીધામમાં બહાર આવેલા મગફળી કૌભાંડને લઈને હવે સરકાર અને વિપક્ષ સામસામે આવી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે કોંગ્રેસ પર સમગ્ર મામલાને લઈને રાજકારણ કરવાનો અને કોંગ્રેસમાં જે રાજકીય પરિસ્થિતિ પ્રવાહી થઈ રહી છે તેના પરથી ધ્યાન હટાવવા ના ભાગરૂપે રાજ્ય સરકાર પર મગફળી કૌભાંડમાં સરકારનો હાથ છે તેવા બિનપાયાદાર આક્ષેપો કરીને કોંગ્રેસ તેની હતાસા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે તેવું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે ગઈ કાલે આપ્યું હતું

જેના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા એ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ પર વળતો પ્રહાર કર્યો હતો બાલ આંબલીયા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજ્ય અને દેશમાં વિરોધ પક્ષના સ્થાન પર છે ત્યારે પ્રજાને પડતી મુશ્કેલીઓ પ્રજાને પડતી અગવડતાઓ અને પ્રજાના પૈસાનો ગેરવલ્લે ઉપયોગ થઈ રહ્યો છે તેવા મુદ્દાઓ ને ઉજાગર કરવાનું કામ લોકશાહીમાં વિરોધ પક્ષનો હોય છે અને કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ જવાબદારી સમજીને પ્રજાના અને ખેડૂતોના મુદ્દા ઉઠાવીને સરકાર સમક્ષ રાખી રહી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ન્યાયી અને યોગ્ય રીતે એક પણ મામલાની તપાસ કરવામાં નથી આવી રહી છે જેને લઇને સરકાર પોતાની ફરજ ચૂકી રહી છે તેવું આક્ષેપ પણ કર્યો હતો આંબલીયા એ વધુમાં જણાવ્યું હતું કે મગફળી કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓને ભાજપ રાજકીય આશ્રય આપી રહી છે જેને કારણે આજ દિન સુધી એક પણ આરોપીઓને પકડી પાડી ને સજા થઈ હોય તેવું બહાર આવ્યું નથી માટે કોંગ્રેસ રાજ્યમાં વિરોધ પક્ષમાં છે અને લોકોને તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીઓના મુદ્દા ઉઠાવીને એક સબળ વિવિધ પક્ષ તરીકેની કામગીરી રાજ્યમાં કરી રહી છે પરંતુ ભાજપ શાસિત રાજ્ય સરકાર ખેડૂતો થી લઈને એક પણ મુદ્દા પર સફળ કે ખરી ઉતરી નથી માટે રાજ્ય સરકાર નિષ્પક્ષ અને ન્યાયી ધોરણે કામ કરી આવા કૌભાંડીઓને સજા મળે તેવા પગલાં ઉઠાવીને વાસ્તવમાં એક સરકાર તરીકેની તેમની આબરૂ ગુજરાતમાં પ્રસ્થાપિત કરે તેવી માંગ કરી હતી

બાઈટ ૧ પાલ આંબલીયા અધ્યક્ષ પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચા Conclusion:મગફળી કાંડને લઈને ભાજપ-કોંગ્રેસના આક્ષેપ-પ્રતિઆક્ષેપ ની વચ્ચે મગફળીનું કૌભાંડ રફેદફે થાય તેવી શક્યતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.