ETV Bharat / state

જૂનાગઢમાં ખાતર-બિયારણમાં સરેરાશ 30 ટકાના ભાવ વધારાનો વિરોધ

કેન્દ્ર સરકારે તાજેતરમાં રાસાયણિક ખાતરોમાં પ્રતિ બોરી 175થી 300 રૂપિયા સુધીનો તોતિંગ વધારો કરતાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે, સરકારે ખેડૂતોની આવક વધારવાની વાતો કરી હતી. તેની જગ્યાએ જાવક ચાર ગણી થઇ ગઇ છે. ત્યારે, રાસાયણિક ખાતરોમાં કરેલા ભાવ વધારાને પરત ખેંચે તેવી માંગ કરી રહ્યા છે.

જૂનાગઢમાં ખાતર અને બિયારણમાં સરેરાશ 30 ટકાના ભાવવધારાનો વિરોધ

author img

By

Published : Mar 1, 2021, 3:32 PM IST

  • કેન્દ્ર સરકારે યુરિયા સહિત રાસાયણિક ખાતરોમાં કર્યો 175થી 300 રૂપિયા સુધીનો વધારો
  • સરકારના ભાવ વધારાના નિર્ણયને જુનાગઢ જિલ્લાના ખેડૂતોએ ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ
  • ખેડૂતોની આવક સામે જાવક ચાર ગણી થતા જગતનો તાત મૂંઝાયો

જૂનાગઢ: તાજેતરમાં જ કેન્દ્ર સરકારે યુરિયા ડીએપી સહિત રાસાયણિક ખાતરોના ભાવોમાં 175થી લઈને 300 રૂપિયા સુધીનો તોતિંગ ભાવ વધારો ઝીંકી દીધો છે. જેને લઇને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કેન્દ્ર સરકારના આ પગલાને મનસ્વી અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે અને તાકીદે કેન્દ્ર સરકાર ભાવ વધારો પાછો ખેંચીને જગતના તાતને આર્થિક સહાય માં મદદરૂપ બને તેવી માંગ કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માની રહ્યા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને 25 પૈસાની સહાય કરીને તેમના ગજવામાંથી પૂરા 100 પૈસા મનસ્વી રીતે સેરવી રહી છે. સરકારની ખેડૂત વિરોધી નીતિ અને માનસ સામે હવે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢમાં ખાતર અને બિયારણમાં સરેરાશ 30 ટકાના ભાવવધારાનો વિરોધ
રાસાયણિક ખાતરોના ભાવ વધારાની વિગતો
નવા જાહેર કરાયેલા ભાવો મુજબ ડીએપીની 1200 રૂપિયામાં મળતી એક બોરી નવા ભાવ સાથે 1500 રૂપિયામાં મળશે. તો બીજી તરફ એનપીકેની 1175 રૂપિયામાં મળતી બોરી હવે 1400 રુપિયાના ભાવે ખેડૂતોને ખરીદવી પડશે. એએસપી બોરી જે અત્યાર સુધી ખેડૂતોને 975 રૂપિયા મળતી હતી, તેના માટે ખેડૂતોએ હવે 1150 રૂપિયા ચૂકવવા પડશે. આ તમામ ભાવોનું જો વિશ્લેષણ કરવામાં આવે તો સ્પષ્ટપણે જાણી શકાય છે કે, ખાતરની પ્રતિ બોરીએ ૩૦ ટકા કરતાં વધુનો ભાવ વધારો નોંધાયો છે.
કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત હવામાં ગોળીબાર
કેન્દ્ર સરકારે વર્ષ 2021 સુધીમાં પ્રત્યેક ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની પાછળનું તર્ક હતું કે, ખેડૂતોના કૃષિ ખર્ચમાં ઘટાડો કરાશે. જેથી ખેડૂતોની આવક આપો આપ વધી જશે. આ વચ્ચે કેન્દ્ર સરકાર જ ખેતીમાં ઉપયોગી એવા બિયારણ, રાસાયણિક ખાતર અને કેટલીક જંતુનાશક દવાઓમાં 30 ટકા કરતાં વધુ ભાવ વધારો રાતોરાત કરીને મનસ્વી રીતે ખેડૂતોને પરેશાન કરતી હોય તેમ લાગી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોની આવક બમણી થવાની વાત બાજુ પર મુકીએ તો ખેતીના ખર્ચમાં ઘટાડો થવાની જગ્યાએ પ્રત્યેક વર્ષે સરેરાશ ૩૦ ટકા જેટલો ભાવ વધારો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.