વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડવાની ઘટના સામે આવી છે. માંગરોળના બંદર ઉપર 3 યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું મોત થયું હતું, જ્યારે બે યુવાનોને ઇજા પહોંચી હતી.આ યુવાનો મૂળ બિહારના તેમજ માંગરોળની જેજે કંપનીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા,.
ઇજાગ્રસ્ત તેમજ મૃતકને માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ભાદરવે ભરપુર મોડી રાત્રીના સમયે માંગરોળ પંથકમાં જોરદાર કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેમાં માંગરોળમાં જે જે કંપનીમાં મજુરી કામ કરતાં ત્રણ યુવાનો મજુરીકામ કરીને પોતાના ઘરે જય રહયા હતા ત્યારે માંગરોળ બંદર રોડ ઉપર તેમની ઉપર વીજળી પડતાં એક યુવાનનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું ,જયારે અન્ય બે યુવાનોને ઘાયલ હાલતમાં માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.