છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો હતો. આકાશમાં વાદળોની જમાવટ થતાની સાથે જ ઠંડી ગાયબ થઇ ગઇ હતી. હવામાન વિભાગે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં વરસાદ પડશે. તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું. છેલ્લા બે દિવસથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું. જેને પગલે ઠંડી ગાયબ થઇ ગઇ હતી.
શહેરમાં ગત રોજ તો ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો, ત્યારે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં માવઠા રૂપી મુસીબત વરસતી જોવા મળી હતી. આ વર્ષે ચોમાસુ ખૂબ જ લંબાયું હતું. ત્યારે હવે ફરી માવઠા રૂપે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. જેને લઇને જગતના તાત સહિત સૌ કોઈ ચિંતીત બન્યા છે.