- કોરોના સંક્રમણની અસર ગિરનાર રોપ-વે પર જોવા મળી
- મહાનગરોમાં કરફ્યૂને કારણે યાત્રિકોની સંખ્યામાં ઘટાડો
- આવનારા દિવસોમાં હજુ પણ ઘટી શકે છે યાત્રિકોની સંખ્યા
જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે ગિરનાર રોપ-વે પર યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ કોરોનાનુ પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે જેને ધ્યાને રાખીને અમદાવાદમાં ત્રણ દિવસનો કર્ફ્યુનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગઈ કાલ રાત્રિથી સુરત,વડોદરા અને રાજકોટ મહાનગરમાં પણ રાત્રી કર્ફ્યૂ અમલમાં મૂકવામાં આવ્યું છે. જેની સીધી અસર હવે ગિરનાર રોપ વે પર આવતા યાત્રિકોમા જોવા મળી છે.
જૂજ માત્રામાં યાત્રિકોએ ગિરનાર રોપ-વેમાં કર્યો પ્રવાસ
પહેલા યાત્રિકોના ધસારાની વચ્ચે ટિકિટો માટે પડાપડી થતી જોવા મળતી હતી. ત્યારે આજે ગિરનાર પર જૂજ સંખ્યામાં યાત્રિકો આવીને રોપ-વેની સફર માણી રહ્યા છે. હજુ પણ કોરોનાનું સંક્રમણ વિસ્તારી શકે છે. જેને કારણે ગિરનાર રોપ-વેની આવતા યાત્રિકોમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે.
ગત અઠવાડિયામાં 30 હજાર જેટલા યાત્રિકોએ કર્યો રોપ-વેમાં પ્રવાસ
છેલ્લા એક અઠવાડિયામાં 30 હજાર કરતાં વધુ યાત્રિકોએ રોપ-વેની સફર કરી હતી. દિવાળીના તહેવારોના સમયમાં ખૂબ મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો ગિરનાર રોપ-વે સાઇટ પર જોવા મળતો હતો. જેને લઇને તેના સંચાલકો પણ ઉત્સાહિત જોવા મળતા હતા. પ્રતિદિન ઓછામાં ઓછા ૩૦૦૦ અને વધુમાં વધુ 5000 જેટલા યાત્રિકોએ ગિરનાર રોપ-વેની સફર કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
પ્રવાસીઓવી સંખ્યા ઘટી
કેટલાક યાત્રિકો સમયમર્યાદા સુધીમાં ટિકિટ નહીં મેળવી શકવાનું કારણે યાત્રા કર્યા વગર પરત ફરતાં જોવા મળતા હતા. ત્યારે આજે બિલકુલ વિપરીત દર્શયો જોવા મળી રહ્યા છે. અને રોપ-વે સાઇટ પર ખૂબ જ જૂજ માત્રામાં પ્રવાસીઓ રોપ-વેની સફર કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે.