ETV Bharat / state

નવા વર્ષના વધામણા સાવજ સાથે, ગીર જંગલમાં પ્રવાસીઓનો જમાવડો - ગીરના જંગલમાં સિંહના દર્શન

એશિયામાં એક માત્ર ગીર જંગલમાં જોવા મળતા સિંહોના દર્શન (Sighting of lions in Gir forest) કરવાને લઈને પ્રવાસીઓનો ધસારો (new year celebration tourist visit gir forest) ખૂબ જોવા મળી રહ્યો છે. ગત બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સમગ્ર દેશમાંથી ગીર ફોરેસ્ટ તરફ આવી રહ્યા છે. (tourist visit gir forest in junagadh)

નવા વર્ષના વધામણા સાવજ સાથે, ગીર જંગલમાં પ્રવાસીઓનો જમાવડો

author img

By

Published : Dec 30, 2022, 4:55 PM IST

બે વર્ષના સમય બાદ ફરી એક વખત ગીર પ્રવાસીઓની હાજરીથી ધમધમ્યું

જૂનાગઢ: નવા વર્ષને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે આવા સમયે એશિયામાં એક માત્ર ગીરના જંગલમાં જોવા મળતા જંગલના રાજા સિંહને જોવા માટે (Sighting of lions in Gir forest) ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર (tourist visit gir forest in junagadh) તરફ આવી રહ્યા છે. બે વર્ષના સમય બાદ આજે ફરી એક વખત ગીર પ્રવાસીઓની હાજરીથી (new year celebration tourist visit gir forest) ધમધમી રહ્યું છે. ગીરના સિંહોને જોવા તે પણ એક વિશેષ લાહવો બની રહે છે. જેને કારણે ગીરનું જંગલ વન્યજીવ પ્રેમીઓ માટે સમગ્ર એશિયામાં પસંદગીનું પ્રથમ પર્યટન સ્થળ બની રહે છે.

તમામ પરમીટ ફુલ: સાસણ ગીરમાં જંગલના રાજા સિંહને મુક્ત મને જોવા માટે દિવસની 150 પરમીટ ઓનલાઈન આપવામાં આવે છે. આ તમામ પરમીટ આગામી પાંચ તારીખ સુધી ફૂલ બુકિંગ થયેલી જોવા મળે છે. જે બતાવી આપે છે કે પ્રવાસીઓનો ઘસારો ગીરના સિંહોને જોવા માટે કેટલી હદે વધી રહ્યો છે. એશિયામાં એકમાત્ર ગીરમાં સિંહો જોવા મળે છે. આફ્રિકા બાદ પ્રકૃતિ પ્રેમી અને ખાસ કરીને વન્ય જીવ પ્રત્યે લગાવ ધરાવતા પ્રવાસીઓ માટે ગીર પસંદગીનું પર્યટન સ્થળ બને છે. ત્યારે નવા વર્ષની ઉજવણી કરવાની લઈને પણ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ગીરના સિંહ અને પ્રાકૃતિક સંપદાની વચ્ચે આજે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. નવા વર્ષના વધામણા પ્રકૃતિની સાથે ગિરનાર સિંહ જોડે કરવાનો ખૂબ જ ઉત્સાહિત પણે જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: નવા વર્ષે રંગીલા રાજકોટને મળશે ભેટ, રિંગરોડ ફેઝ 3 અને 4નું કામ પૂર્ણ

પ્રવાસીઓનો ઘસારો: ગીરમાં સિંહને જોવાને લઈને ભારત સહિત વિશ્વના અનેક દેશોના પ્રવાસીઓ દર વર્ષે આવે છે ત્યારે આ વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હૈદરાબાદની સિંધુજા એ ગીરના સિંહ અને ગીરની પ્રાકૃતિક સંપદા વિશે જણાવ્યું હતું કે ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય અને સિંહના દર્શન પ્રથમ મુલાકાત દરમિયાન જ હતા તે ખૂબ જ રોમાંચિત થઈ ઊઠી હતી. પ્રથમ મુલાકાત દરમિયાન જ સિંહના દર્શન થશે તેવી કલ્પના પણ તેમણે કરી ન હતી ત્યારે આ કલ્પના આજે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સાકાર થઈ રહી છે.

આ પણ વાંચો: એશિયાર્ડ સર્કસમાં બાળપણથી ધૂમ મચાવતા કલાકારો

સિંહો જોઈ મુલાકાતીઓ રોમાંચિત: તમિલનાડુથી આવેલી નિધિએ પણ ગીર અને સિંહ પ્રત્યે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે તેઓએ અગાઉ રાષ્ટ્રીય અભ્યારણોની મુલાકાત કરી છે. જેમાં તેમને વાઘના દર્શન થયા નથી, પરંતુ આ વર્ષે તેમની ગીરની પ્રથમ મુલાકાતમાં જ એક આખો સિંહ પરિવાર જોવા મળ્યો. જેને જોઈને તે ખૂબ જ રોમાંચિત થઈ ઊઠી હતી. સિંહ અને સિંહણની સાથે બે સિંહબાળ અને અન્ય પ્રાણીઓના દર્શન કરીને તેઓ પ્રફુલિત મને ગીરને બિરદાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.