ETV Bharat / state

Navratri 2023 : કિન્નર અખાડા દ્વારા નવરાત્રીની વિશેષ ઉજવણી, નવદુર્ગાની સ્થાપના કરી મહામંડલેશ્વરે યજ્ઞમાં આપી આહુતિ - સનાતન ધર્મમાં કિન્નરોનો સમાવેશ

મા જગદંબાના નવલા નોરતા શરૂ થયા છે. ત્યારે આ વર્ષે જૂનાગઢના ભવનાથ મંદિર પરિસરમાં કિન્નર અખાડા દ્વારા પણ માઁ નવદુર્ગાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં સમગ્ર દેશમાંથી આવેલા કિન્નર અખાડાના મહામંડલેશ્વરોએ યજ્ઞમાં આહુતિ આપીને નવરાત્રીની અનોખી રીતે ધાર્મિક ઉજવણી કરી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 7:54 PM IST

કિન્નર અખાડા દ્વારા નવરાત્રીની વિશેષ ઉજવણી

જૂનાગઢ : મા નવદુર્ગાની નવરાત્રી ચાલી રહી છે. આવા સમયે ભવનાથ મંદિરમાં કિન્નર અખાડા દ્વારા પણ નવદુર્ગાનું સ્થાપન કરીને નવ દિવસ સુધી શિવ સમીપે શક્તિના આ તહેવારની ઉજવણી થઈ રહી છે. સમગ્ર દેશમાંથી આવેલા કિન્નર સમાજના મહામંડલેશ્વર દ્વારા પણ નવ દિવસ સુધી ચાલનારા યજ્ઞમાં આહુતિ આપીને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ઉપરાંત જગતમાંથી મહામારીઓ વિદાય લે તેમજ કુદરતી પ્રકોપની ઘટનાઓમાં ઘટાડો થાય તે માટે કિન્નર અખાડાના મહામંડલેશ્વર દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને અનોખી રીતે નવદુર્ગાનું સ્થાપન કરીને નવરાત્રીની ઉજવણી થઈ રહી છે.

કિન્નર અખાડાના મહામંડલેશ્વરોએ યજ્ઞમાં આહુતિ આપી

કિન્નર અખાડાની નવરાત્રી : પાછલા કેટલાક વર્ષોથી કિન્નર સમાજનું સનાતન ધર્મથી એક ચોક્કસ અંતર જોવા મળતું હતું. પરંતુ વર્તમાન સમયમાં સનાતન ધર્મ સાથે કિન્નર અખાડાને પણ જોડી દેવામાં આવ્યો છે. જેથી ધર્મના તમામ તહેવારો અને વિધિ તેમજ પૂજા અને અનુષ્ઠાનોમાં પણ કિન્નર સમાજ અને મહામંડલેશ્વરો પણ જોડાઈ રહ્યા છે. આગામી નવ દિવસ સુધી નવરાત્રીની આ પ્રકારે ઉજવણીનું સાક્ષી ભાવનાથ મહાદેવ મંદિર બનવા જઈ રહ્યું છે. દરરોજ યજ્ઞમાં આહુતીની સાથે માઁ નવદુર્ગાની પૂજા અને તેના અનુષ્ઠાનનું આયોજન પણ કિન્નર અખાડા દ્વારા કરવામાં આવ્યું છે.

કિન્નર સમાજ સતયુગથી સનાતન ધર્મ સાથે જોડાયેલો છે. વર્તમાન સમયમાં ફરી એક વખત કિન્નર સમાજના અખાડા અને મહામંડલેશ્વરની સાથે પ્રત્યેક કિન્નર સનાતન ધર્મ સાથે ધાર્મિક રીતે જોડાઈ રહ્યો છે. -- ભેરવીનંદ (મહામંડલેશ્વર, કિન્નર અખાડા)

સનાતન ધર્મમાં કિન્નરોનો સમાવેશ : કિન્નર સમાજનું અસ્તિત્વ સતયુગથી હોવાનો વેદ અને પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. માતાજીની રક્ષા કરવા માટે એકમાત્ર કિન્નરો જ તેમની સાથે રહેતા હતા. ત્યારે આજે શક્તિ સ્વરૂપા નવદુર્ગાનો તહેવાર ચાલી રહ્યો છે. આવા સમયે સમગ્ર દેશના મહામંડલેશ્વરો ઇતિહાસમાં પ્રથમ વખત જૂનાગઢ ખાતે આયોજિત થયેલા નવદુર્ગા સ્થાપન અને યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે.

નવ દિવસનો મહાયજ્ઞ : કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભેરવીનંદ અને કામખ્યાપીઠના સાધક ભવાનીમાએ ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. નવદુર્ગાના સ્થાપનને લઈને વિગત આપતા તેઓએ કહ્યું હતું કે, કિન્નર સમાજ સતયુગથી સનાતન ધર્મ સાથે જોડાયેલો છે. વર્તમાન સમયમાં ફરી એક વખત કિન્નર સમાજના અખાડા અને મહામંડલેશ્વરની સાથે પ્રત્યેક કિન્નર સનાતન ધર્મ સાથે ધાર્મિક રીતે જોડાઈ રહ્યો છે.

ઈતિહાસમાં પ્રથમ પ્રસંગ : શક્તિ સ્વરૂપે નવદુર્ગાના તહેવાર દરમિયાન જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે કિન્નરો દ્વારા નવદુર્ગાનું સ્થાપન કરીને નવ દિવસ શિવની સમીપે શક્તિની ઉપાસના કરવાનો પ્રસંગ યોજાયો છે. જેમાં સમગ્ર દેશમાંથી કિન્નર અખાડાના મહામંડલેશ્વર અને કિન્નરો ઉપસ્થિત રહીને નવદુર્ગાના સ્થાપન દર્શન અને યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે.

  1. Navratri 2023 : આબુના જગન્નાથગીરીજીનું જૂનાગઢમાં નવરાત્રિ દરમિયાન અનોખું અનુષ્ઠાન, શરીરે ઉગાડશે જવારા
  2. Mata no Madh: આશાપુરાના દર્શનાર્થે ઉમટ્યા શ્રદ્ધાળુઓ, પ્રથમ નોરતા સુધીમાં 3 લાખ લોકોએ શીશ ઝુકાવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.