જૂનાગઢ : પ્રકાશ તરડાઈ પણ શકે છે અને વળાંક પણ લે છે. જેવી થિયરીના સંશોધક અને ભારતના પ્રખર ભૌતિક શાસ્ત્રી ડોક્ટર સી બી રમણની યાદમાં આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન કાર્નિવલનુ આયોજન કરીને આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સી.વી રમણે સાબિત કરી આપ્યું હતું કે, પ્રકાશ કોઈ પારદર્શક માધ્યમમાંથી પસાર થાય છે, ત્યારે તેના રંગમાં પરિવર્તન લાવે છે. પ્રકાશ તરડાઈ પણ શકે છે અને પ્રકાશ વળાંક પણ ચોક્કસ લે છે. ડો.રમણની ભૌતિક શાસ્ત્રમાં અનેક શોધ અને સંશોધન માટે વર્ષ 1930માં વિશ્વના સર્વોચ્ચ કહી શકાય તેવા ભૌતિક વિજ્ઞાન માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ડો. રમન નોબેલ પારિતોષિકથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય હોવાનું બહુમાન પણ મેળવે છે.
જેમની યાદમાં આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢની સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં પણ વિજ્ઞાન કાર્નિવલનું આયોજન કરાયું હતું. જેમાં 128 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિજ્ઞાન ક્ષેત્રની 32 જેટલી કલાકૃતિઓ બનાવી હતી. જેના નિદર્શન અને વૈજ્ઞાનિક અભિગમને સમજવા માટે મોટી સંખ્યામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જોડાયા હતા અને જીવનના દરેક સમયે વિજ્ઞાનની ઉપયોગીતા અને તેની અનિવાર્યતાને લઈને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.