ગિરનાર: ગિરનારની તળેટીમાં છેલ્લા 15 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 15મી આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં આ વર્ષે દેશના 13 રાજ્યોમાંથી 638 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ગત વર્ષના વિજેતાઓનો રહ્યો દબદબો: વહેલી સવારે કડકડતી ઠંડીમાં સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષના વિજેતાઓએ ફરી એક વખત પોતાનો દબદબો કાયમ કર્યો હતો. ભાઈઓની કેટેગરીમાં જૂનાગઢના લાલા પરમાર અને બહેનોની કેટેગરીમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહે સતત બીજા વર્ષે સર્વોત્તમ દેખાવ કરીને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા જીતવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: હિમાલયનો દાદા ગુરુ: 134 વર્ષથી અડીખમ છે ગિરનાર પર્વતના આ પગથિયાં
638 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો: સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશના મળીને કુલ 638 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ભાઈઓ માટે 5500 પગથિયા અને 2 કલાકનો સમય તથા બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયા અને 1:30 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢના લાલા પરમાર અને ઉત્તર પ્રદેશની તામસી સિંહે એક કલાક કરતા ઓછા સમયમાં સ્પર્ધાને પૂર્ણ કરીને વિજેતા રહ્યા હતા.
આ પણ વાંચો: Gujarat High Court Issues Notice : ગિરનાર પર્વતને લઇને ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ કોર્પોરેશનને પાઠવી નોટિસ
વિજેતાઓએ વ્યક્ત કર્યો તેમનો પ્રતિભાવ: રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં વિજેતા રહેલા જૂનાગઢના લાલા પરમાર તેમના સતત વિજયને લઈને વિશ્વાસ કર્યો હતો આ વર્ષે તેમના સમયમાં થોડો વધારો થયો છે. પરંતુ સતત સ્પર્ધા જીતવી તે તેના માટે ખૂબ જ ખુશીના ક્ષણ બરોબર તે માની રહ્યો છે. આવનારા દિવસોમાં વિશ્વ લેવલે રમાતા રમતોત્સવમાં ભાગ લેવા માટે તે આશાવાદી જણાઈ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશની તામસી સિંહે પણ આ સ્પર્ધામાં ભાગ લઈને પાછલા બે વર્ષથી રેકોર્ડ બનાવી રહી છે. તે પણ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવમાં ભાગ લઈને રમત ગમતના ક્ષેત્રમાં આગળ વધવાનું વિચારી રહી છે.